- કોરોના ગાઇડલાઈ મુજબ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંખ્યા વધી
- જિલ્લામાં 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ
ડાંગ : કોરોનાની મહામારીના કારણે સમગ્ર ગુજરાત રાજયમાં શાળાઓ ઠપ્પ થઈ ગઇ હતી. પરંતુ કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો નોંધાતા શિક્ષણ વિભાગ દ્વારા કોરોના વાઈરસની ગાઇડલાઈન મુજબ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ માસ્ક,સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પહેલી ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
શાળાઓ ફરી શરૂ થતા વાલીઓમાં ખુશીડાંગ જિલ્લામાં નેટવર્ક સમસ્યાઓના કારણે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ સંપૂર્ણપણે ફેઈલ હતી.ત્યારે શાળાઓ એક વખત ફરી શરૂ થતા જ ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી. તો આ સાથે ઘણા સમયથી ઘરે રહીને થાકેલા વિદ્યાર્થીઓ પણ શાળાઓ ચાલુ થતાની સાથે જ ખુશ જોવા મળ્યા હતા. જિલ્લાની દરેક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઈન મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા અને ઈ.આઈ.વિજયભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આચાર્યો અને શિક્ષકોએ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લામાં 50 ટકા વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે ધોરણ 9ની 15 ટકા જેટલી હાજરી અને ધોરણ 11 ની 35 ટકા જેટલી હાજરી નોંધાઈ હતી. ડાંગ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ દિવસે ધોરણ 9ના કુલ નોંધાયેલા સ્ટેટના ઓનલાઇન રિપોર્ટ મુજબ 3688 પૈકી 549 બાળકો અને ધોરણ 11ના કુલ 1682 પૈકી 586 બાળકો વર્ગખંડમાં ઉપસ્થિત રહ્યા હતા અને લાંબા સમય બાદ શિક્ષણની તલબનો પ્રારંભ કર્યો હતો.