ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ 47 કરોડની પાણી પુરવઠાની 5 યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું - મુખ્યપ્રાધાન

ડાંગ જિલ્લામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમવાર ડાંગ જિલ્લામા રૂપિયા 47 કરોડની પાણી પુરવઠાની 5 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંદાજીત 28 કરોડના વિવિધ નવનિર્મિત પ્રકલ્પોનુ લોકાર્પણ અને સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી
author img

By

Published : Jan 4, 2021, 4:45 PM IST

Updated : Jan 4, 2021, 5:37 PM IST

  • મુખ્યપ્રધાન દ્વારા 47 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું
  • ડાંગમાં પ્રથમવાર બ્લડ સેન્ટરની શરૂઆત કરાઇ
  • ભુ-માફિયાઓ માટે કડક કાયદાની વ્યાપક અસર - મુખ્યપ્રધાન
    મુખ્યપ્રધાન રૂપાણી
    મુખ્યપ્રધાન રૂપાણીએ 47 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું

ડાંગ : જિલ્લાના આહવા નજીક લશ્કર્યા ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 5 યોજનાઓના ખાતમુહૂર્ત સાથે ડાંગ જિલ્લામા નવા તૈયાર થયેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર અને સહકાર ભવન ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા આરોગ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા દ્વારા રૂપિયા 46.97 કરોડના ખર્ચે તૈયાર થનારા ચેકડેમો જેનાથી ડાંગ જિલ્લાના 122 ગામોમાં વસતા અંદાજીત 51,055 લોકો માટે પીવાના પાણીની કાયમી સુવિધા ઊભી થશે.

મુખ્યપ્રધાન રૂપાણીએ 47 કરોડની પાણી પુરવઠાની 5 યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું

ડાંગની સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેન્ટરની શરૂઆત કરાઇ

ડાંગ જિલ્લા અને આજુબાજુ વિસ્તારના જરૂરીયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત (લોહી)ની સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારના આદિજાતિ વિભાગમાંથી 1.50 કરોડના ખર્ચે બ્લડ સેન્ટર શરૂ કરવામાં આવેલી બ્લડ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં પહેલા ડિલિવરી કે અકસ્માત જેવા કેસોમાં લોહીની ખાસ જરૂરિયાત રહેતી હોય, તેવા સમયે લોહી લેવા માટે દોઢસો કિલોમીટર જેટલું અંતર કાપી વલસાડ, ચીખલી, બીલીમોરા જેવા સ્થળોએ જવું પડતું. આ બ્લડ સેન્ટર શરૂ થવાથી લોકોને પડતી આ મુશ્કેલીઓ દૂર થશે.

વેક્સિન મુદ્દે કોંગ્રેસના નિવેદન પર મુખ્યપ્રધાને આપી પ્રતિક્રિયા

રાજ્યમાં કોરોના વેક્સિન મુદ્દે કોંગ્રેસ દ્વારા અપાતા નિવેદન મુદ્દે મુખ્યપ્રધાન જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી સર્જિકલ સ્ટ્રાઈક વખતે પણ આવા નિવેદનો કર્યા હતા. આ દેશ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ત્યારે આવા નિવેદન કરી કોંગ્રેસ પોતાની છાપ પ્રજા સમક્ષ મૂકી છે. આ સાથે ભુ માફિયાને લઈને અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને પણ મુખ્યપ્રધાને જવાબ આપતા કહ્યું હતું કે, ભુ-માફિયાઓ માટે કડક કાયદાની વ્યાપક અસર છે. આ અંગે દરેક જિલ્લામાં કલક્ટરે કામ શરૂ કરી દીધું છે. કોઈપણ અસામાજિક તત્વો કોઈની જમીન સંપત્તિ પડાવી ન લે તે માટે લોકોની સમાલતી માટે આ કાયદો છે.

Last Updated : Jan 4, 2021, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.