આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વઘઈ તાલુકા પંચાયતના સભ્ય જાહીદાબેન ખલીફાએ હાજરી આપી ખેડૂતોને પોતાના બાળકોને જંકફૂડથી દુર રાખવા અને સમતોલ પોષણયુક્ત ખોરાક લેવા હાંકલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જી.જી.ચૌહાણે સામાજીક પ્રસંગોપાત થતાં અન્નના વેડફાટને અટકાવવા માટે પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી જીગ્નેશ ડોબરિયાએ ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકીનો મહત્તમ ઉપયોગ ખેતીમાં કરી આદર્શ અન્નદાતા બનવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રના વૈજ્ઞાનિક નિતલબેને આહારના પોષક ઘટકો વિશે સમજણ આપી હતી. પાક ઉત્પાદન વૈજ્ઞાનિક ડૉ.પી.પી.જાવિયા એ વિવિધ પાસા વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ-૨૭ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઈની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી