ETV Bharat / state

ડાંગમાં સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરાઇ - clean water

ડાંગ: રાજ્યના છેવાડાના ડાંગ જિલ્લામાં ગત તા.28મી મે, 2019થી તા.15મી જુન, 2019 દરમિયાન સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાડાના કારણે થતાં બાળમૃત્યુને અટકાવવા માટે આ કવાયત હાથ ધરાઇ છે. ​ઝાડાના કારણે થતા બાળમૃત્યુનો દર 0 કરવાના ઉદૃેશ સાથે કરાઇ રહેલી ઉજવણીનો શુભારંભ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાના હસ્તે કરવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લામાં સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી ડૉ.મેધા મહેતાએ સાપુતારા ખાતેથી કરાવ્યો પ્રારંભ
author img

By

Published : Jun 10, 2019, 9:37 AM IST

ગિરિમથક સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાતે આ કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી. અહીં ઓ.આર.એસ./ઝીંક નિદર્શન કોર્નરનો પણ સમાવેશ કરાયો હતો. જરૂરિયાતમંદ બાળ દર્દીઓને 14 દિવસ સુધી ORSનું દ્રાવણ તથા ઝીંકની ગોળી આપવા સાથે, ચોખ્ખુ પાણી અને તાજો ખોરાક આપવા બાબતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે અંગે ડૉ.મહેતા દ્વારા ઝાડાની સારવાર જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Etv Bharat, Dang
ડાંગમાં સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી

​પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી અધિકારી ડૉ.કોમલ ખેંગારે, બાળકો તથા તેમના વાલીઓને ઝાડા દરમિયાન આયુર્વેદિક સારવાર અંગેની જાણકારી આપી હતી. તેમજ ઉજવણીના ભાગરૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી, એટલે કે જોડી નંબર વનનો વિશેષ પ્રચાર-પ્રસાર થાય અને લોકોમાં તેની જાણકારી તથા સ્વીકૃતિ વધે તેવા પ્રયાસોની હિમાયત કરાઇ હતી.

​આ વેળા સપ્તધારાના સાધકો દ્વારા પપેટના માધ્યમથી ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો.

ઝાડાના સંક્રમણથી બાળકોમાં વૃદ્ધિ, શારીરિક વિકાસ તથા પોષણના સ્તર ઉપર વિપરીત અસર પડે છે. જે માટે આવા કાર્યક્રમને સફળ બનાવવા, તંદુરસ્ત ભાવિના નિર્માણમાં સૌને સહયોગ આપવાની પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતાએ અપિલ કરી હતી.

R_GJ_DANG_03_10_JUNE_2019_ZADA_NIYANTRAN_PHOTO_STORY_UMESH_GAVIT

ડાંગ જિલ્લામાં સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી ઃ
ઝાડાના કારણે થતા બાળમૃત્યુને અટકાવવા માટે હાથ ધરાઇ કવાયત
-----
અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ
સાપુતારા ખાતેથી કરાવ્યો પ્રારંભ ઃ
-----
 
(ડાંગ): રાજ્ય સમસ્તની જેમ છેવાડાના ડાંગ જિલ્લામાં પણ ગત તા.ર૮મી મે, ૨૦૧૯થી તા.૧પમી જુન, ૨૦૧૯ દરમિયાન સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.
 
​ઝાડાના કારણે થતા બાળમૃત્યુનો દર શૂન્ય કરવાના ઉદૃેશ સાથે કરાઇ રહેલી ઉજવણીનો શુભારંભ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાના હસ્તે, ગિરિમથક સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરાયો હતો. અહીં ઓ.આર.એસ./ઝીંક નિદર્શન કોર્નરનો પણ ડૉ.મેધા મહેતાના હસ્તે પ્રારંભ કરાવાયો હતો. જરૂરિયાતમંદ બાળદર્દીઓને ૧૪ દિવસ સુધી ઓ.આર.એસ.નું દ્રાવણ તથા ઝીંકની ગોળી આપવા સાથે, ચોખ્ખુ પાણી અને તાજો ખોરાક આપવા બાબતે પ્રોત્સાહિત કરતા, ડૉ.મહેતાએ ઝાડાની સારવાર જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમ તેમના વાલીઓ, માતાપિતા તથા ઉપસ્થિત પ્રજાજનોને જણાવ્યું હતું.
 
​પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી અધિકારીશ્રી ડૉ.કોમલ ખેંગારે, બાળકો તથા તેમના વાલીઓને ઝાડા દરમિયાન આયુર્વેદિક સારવાર અંગેની જાણકારી આપી, સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી, એટલે કે જોડી નંબર વનનો વિશેષ પ્રચાર-પ્રસાર થાય, અને લોકોમાં તેની જાણકારી તથા સ્વીકૃતિ વધે તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.
 
​આ વેળા સપ્તધારાના સાધકો દ્વારા પપેટના માધ્યમથી સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો.
 
​ઝાડાના સંક્રમણથી બાળકોના વૃદ્ધિ, અને શારીરિક વિકાસ તથા પોષણના સ્તર ઉપર વિપરીત અસર પડે છે. માટે આવા કાર્યક્રમને સફળ બનાવવા, તથા બાળકોના તંદુરસ્ત ભાવિના નિર્માણમાં સૌને સહયોગ આપવાની પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ આ વેળા અપીલ કરી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.