ડાંગ જિલ્લામાં કાર્યરત આગાખાન સંસ્થા દ્વારા આહવાના ડાંગ દરબાર હોલમાં કરિયર ગાઈડન્સ વર્કશોપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવાનોને શૈક્ષણિક તેમજ રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે સેંટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદના સંસ્કૃત ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.ઈશ્વર મહેરાને બોલવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં યુવાઓને પોતાના જીવનના ઉદ્દેશ્યો નક્કી કરવા તથા નક્કી કરેલા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા સતત મંડયા રહેવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત કરિયર એક્સપિરિયન્સ, કરિયર ચોઇસ, સ્વ મુલ્યાંકન વગેરે અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
આ અંગે આગાખાન સંસ્થા સાથે કાર્યરત પોલ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવાનોને નવી દિશા આપવા માટે 2007માં યુવા જંકશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત યુવાનોના જ્ઞાનમાં વધારો થઈ શકે તે માટે રિટેલ મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય મંગળ ગાવિત ઉપસ્થિત રહ્યા હતાં. તેમએ યુવાનોને પગભર કઈ રીતે થઈ શકાય તે અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. તે ઉપરાંત યુવાઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન, કોમ્યુટર, પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરેનો વધુને વધુ લાભ મળે તેવું આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના આશરે 200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.