ETV Bharat / state

ડાંગના સુબીર તાલુકામાં કેબીનેટ પ્રધાન ગણપત વસાવા દ્વારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાશે - રાજયના કેબીનેટ પ્રધાન

ગુજરાતનાં મુખ્યપ્રધાને ડાંગ વનવિભાગ હસ્તકનાં કુલ 14 રસ્તાઓ માટે રૂપિયા 2997.98 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. જિલ્લાના ભાજપનાં અગ્રણીઓએ દ્વારા આ ખખડધજ રસ્તાઓની મંજૂરી અંગે કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાને રજૂઆત કરી હતી. જે અંતર્ગત ડાંગ વિસ્તારનાં કુલ 14 રસ્તાઓ મંજૂર થયા હતા. જેથી 28મી ઓગસ્ટે કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવા દ્વારા સુબીર તાલુકાનાં 6 રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

etv bharat
ડાંગના સુબીર તાલુકમાં 6 રસ્તાઓનું કેબીનેટ પ્રધાન ગણપત વસાવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે
author img

By

Published : Aug 27, 2020, 9:28 PM IST

ડાંગ : રાજ્યનાં કેબિનેટ પ્રધાન ગણપતભાઈ વસાવાનાં નેતૃત્વ હેઠળ ડાંગ જિલ્લાનાં પ્રભારી અને પ્રધાન રમણલાલ પાટકર અને સંગઠન પ્રભારી કરશનભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને મહાપ્રધાનોએ 4-08-2020નાં રોજ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી કે, ડાંગનાં વનવિભાગ હસ્તકનાં 14 જેટલા રસ્તાઓ હાલમાં જર્જરિત અને ખખડધજ હાલતમાં હોવાથી અને આ રસ્તાઓ અનેક ગામડાઓને જોડતા હોવાનાં પગલે જનજીવન ત્રસ્ત બન્યું હતું.

જે રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડાંગ જિલ્લાનાં વનવિભાગ હસ્તકનાં કુલ-14 રસ્તાઓ મંજૂર કર્યા છે. જેમાં શિંગાણાથી કાકશાળા રોડ, ગારખાડીથી શેપુંઆબા-પિપલાઈદેવી રોડ, કરંજડાથી શેપૂઆંબા, બરડીપાડાથી સાવરખડી, લવચાલીથી ચીચલી વાયા પિપલાઈદેવી, ચિકટીયાથી કલમપાણી, ગલકુંડથી કાંચનધાટ, ગલકુંડ ચૌકર્યા રોડ વાયા લીંગા, વડથાલથી ભવાનદગડ, બોરખલથી લીંગા, બોરખલથી પાંડવા(હોલબારી) અને પીંપરીથી ભવાનદગડ રસ્તાઓ માટે કુલ રૂપિયા 2997.98 લાખ મંજૂર કર્યા છે. આ 14 જેટલા માર્ગોમાંથી આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ 6 રસ્તાઓનું ખાત મુહૂર્ત ગણપતભાઇ વસાવાના હસ્તે કરવામાં આવશે.

જેમાં લવચાલી ટુ ચિંચલી વાયા પીપલાઈદેવી રોડ, ટાંકલીપાડાથી પિપલાઇદેવી રોડ, પિપલાઇદેવીથી પિપલદહાડ રોડ, ગારખડીથી ખાર્જુર્ણા થઇ પિપલાઇદેવીરોડ, કરંજડાથી શેપુઆંબા રોડ,અને શિંગાણા ટુ કાકશાળા રોડ.આ તમામ 6 રસ્તાઓનું ઉદ્ધાટન કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાના હસ્તે કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.