ETV Bharat / state

પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા - પૂર્ણા નદી

ડાંગ: જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામમાં પૂર્ણા નદીનું ઉદગમસ્થાન છે. આ નદીના કિનારે આવેલા મંદિરને પુરણેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સત્વયુગનાં દેવ લોકોના હાથે બનેલ પુરણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અનોખો છે. ડાંગી ભાષામાં જેને ટખાટી લોકો કહેવામાં આવતા કે, જેઓની ઊંચાઈ સામાન્ય માનવી કરતાં ખૂબ જ વધુ પડતી હોય તે લોકો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ અંગે મંદિરના પૂજારીનું કહેવું છે કે...

પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા
author img

By

Published : Aug 12, 2019, 11:02 AM IST

પૂર્ણા નદી કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની શ્રદ્ધા અખૂટ છે, જેનું કારણ છે કે, પુરણેશ્વર મહાદેવ મંદિર નજીક એક પાંચ ફૂટનો કૂવો આવેલો છે. જે કૂવો ક્યારેય ખાલી થતો નથી, જેનું પાણી અખૂટ છે અને તેના કરતાં પણ વધારે અહીં આવતાં ભક્તોની પુરણેશ્વર મહાદેવ પર શ્રદ્ધા અખુટ છે.

પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા

જ્યાં આસ્થા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. ભાવિક ભક્તોને ભગવાન ના આકાર વાળા પથ્થરમાં પણ શિવ જ દેખાય છે. અહીં ભોળાનાથના દર્શન માત્રથી ભક્તોની બિમારીઓ દૂર થાય છે. તેથી અહીં આવતાં ભક્તો પુરણેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

પૂર્ણા નદી કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની શ્રદ્ધા અખૂટ છે, જેનું કારણ છે કે, પુરણેશ્વર મહાદેવ મંદિર નજીક એક પાંચ ફૂટનો કૂવો આવેલો છે. જે કૂવો ક્યારેય ખાલી થતો નથી, જેનું પાણી અખૂટ છે અને તેના કરતાં પણ વધારે અહીં આવતાં ભક્તોની પુરણેશ્વર મહાદેવ પર શ્રદ્ધા અખુટ છે.

પૂર્ણા નદીને કિનારે આવેલા પુરણેશ્વર મહાદેવનો મહિમા

જ્યાં આસ્થા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. ભાવિક ભક્તોને ભગવાન ના આકાર વાળા પથ્થરમાં પણ શિવ જ દેખાય છે. અહીં ભોળાનાથના દર્શન માત્રથી ભક્તોની બિમારીઓ દૂર થાય છે. તેથી અહીં આવતાં ભક્તો પુરણેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Intro:ડાંગ : શ્રાવણ માસમાં શિવનો મહિમા અનંત છે. ભોળનાથના રૂપ,રંગ, અને ગુણ અનન્ય છે. સમગ્ર સૃષ્ટિ શિવમય છે. આ સૃષ્ટિ પર સર્વત્ર શિવ જ છે ત્યારે આજે પણ ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામમાં પૂર્ણા નદીના કિનારે આવેલ પુરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણમાસમાં શિવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.


Body:ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચીંચલી ગામમાં પૂર્ણા નદીનું ઉદગમસ્થાન આવેલ છે. ડાંગ જિલ્લાની જીવાદોરી સમાન પૂર્ણા નદીએ ચીંચલી થી નીકળી ખાતળ ગામમાંથી પસાર થઈ નવસારી મહુવા થઈને દરિયામાં સમેટાઈ જાય છે. પૂર્ણા નદી ચીંચલી ગામમાંથી પ્રગટ થઈ માટે પૂર્ણા નદી કિનારે આવેલ મંદિરને પુરણેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે.પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ચીંચલી ગામમાં આવેલ પૂર્ણા નદીના કિનારે શિવનો મહિમા ગુંજી ઉઠ્યો છે. આ મંદિર આદિકાળથી ચીંચલી ગામમાં વસેલ છે. સત્વયુગનાં દેવ લોકોના હાથે બનેલ પુરણેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અનોખો છે. ડાંગી ભાષામાં જેને ટખાટી લોકો કહેવામાં આવતા કે જેઓની ઊંચાઈ સામાન્ય માનવી કરતાં ખૂબ જ વધુ પડતી હોય તે લોકો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરનો નીચાણવાળો ભાગ સાવ પોલણવાળો છે કારણ મંદિરની જગ્યાએથી ટખાટી લોકોએ ત્રણથી ચાર ફૂટ ના પથ્થર કાઠીને મંદિરની રચના કરી છે. આ મંદિર ફક્ત પથ્થરો દ્વારા જ બનાવવામાં આવ્યું છે. અન્ય કોઇ જ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ હાલમાં મંદિર વધુ સારી રીતના જળવાઈ રહે તે માટે બહારથી સિમેન્ટ દ્વારા પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. મંદિરના જોઇન્ટ પથ્થરો ક્યારેય ખસી ના શકે એ રીતના ટખાટી લોકોની ઊંચાઈ પ્રમાણે ટખાટી લોકોએ મંદિરની બનાવટ કરી છે. ગામ લોકોના કહેવા મુજબ હાલમાં ટખાટી લોકોના અવશેષો મળી આવ્યા હતાં જેના પરથી તેમની ઊંચાઇ નો અંદાજો લગાવી શકાય છે.

પૂર્ણા નદી કિનારે આવેલ પુરણેશ્વર મહાદેવ મંદિરમાં લોકોની શ્રદ્ધા અખૂટ છે. તેનું જ કારણ છે કે પુરણેશ્વર મહાદેવ મંદિરના નજીક એક પાંચ ફૂટનો કૂવો આવેલ છે. જે કૂવો ક્યારેક ખાલી થતો નથી. જેનું પાણી અખૂટ છે. ચીંચલી ગામ નજીકના દસ ગામડાઓના લોકો ટેન્કરોમાં પાણી ભરી ને લેઇ જાય છે. છતાં પણ હતું એનું એજ પાણી જોવા મળે છે. શિવજીની કૃપા હોવાના કારણે પુરણેશ્વર મહાદેવ મંદિરના કુવા દ્વારા દરેક તરસ્યાની તરસ છીપાય છે.

ચીંચલી ગામના પાટીલ કે જેઓને પુરણેશ્વર મહાદેવ મંદિરના રખેવાળ પણ કહી શકાય તેઓની આસ્થા આ મંદિરમાં ખૂબ જ છે. કારણ પાટીલને શ્વાસની બીમારી હોવાના કારણે તેમણે ઈલાજ માટે ડાંગ જિલ્લાના દરેક ડૉક્ટરો, વૈદ્ય, દવાખાના ફરી લીધાં બાદ પણ તેઓની બીમારીમાં કાંઈ ફરક ના પડ્યો છેવટે તેઓ પુરણેશ્વર મહાદેવ મંદિરમાં શિવના શરણે ગયા તેમણે ૧૬ સોમવાર શિવની પૂજા કરી અને ત્યારે તેમની બીમારી દૂર થઈ. પુરણેશ્વર મહાદેવ મંદિરના ભાવિક ભક્તોના આવા ઘણા કિસ્સાઓ છે કે જેઓ ખરેખર શિવમાં વિશ્વાસ કરે છે તેમને શિવ પામે છે. શિવ ભક્તિમાં લીન થઈને ભાવિક ભક્તો પુરણેશ્વર મહાદેવના જયજયકાર સાથે મંદિર માથું ટેકવે છે અને બીલીપત્ર દૂધ નો અભિષેક કરી ધન્યતા અનુભવે છે.
શ્રાવણ માસમાં શિવનો મહિમા અનંત છે. જેના કારણે શિવની પૂજા કરવા માટે પુરણેશ્વર મંદિરમાં શ્રાવણ માસ ઉપરાંત શિવરાત્રીમાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડે છે. અહીં સુરત, અને મહારાષ્ટ્ર માંથી અલ્યાબાદ, સટાણા, સાલેર, પીપલનેર, સાક્રિ, માજરી વગેરે દૂરદૂરના વિસ્તાર થી ભાવિક ભકતોની ભીડ ઉમટી પડે છે.



Conclusion:જ્યાં આસ્થા હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર હોતી નથી. ભાવિક ભક્તોને ભગવાન ના આકાર વાળા પથ્થરમાં પણ શિવ જ દેખાય છે. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પથ્થરમાં પણ ભગવાન દેખાય છે. શિવ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા પુરણેશ્વર મહાદેવ મંદિર આવીને ધન્યતા અનુભવી રહ્યા છે.

બાઈટ 01: ભરતભાઇ ચૌધરી ( ચીંચલી ગામનો પૂજારી )
બાઈટ 02: હીરામણભાઈ સાબળે ( શ્રદ્ધાળુ )
બાઈટ 03: તાઇબેન સાબળે ( શ્રદ્ધાળુ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.