ડાંગ: પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે શુક્રવારે આહવા સર્કિટ હાઉસ ખાતે કેબિનેટ પ્રધાન રમણલાલ પાટકર, સુરતના ધારાસભ્ય પૂર્ણશ મોદી તથા ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવ ચોર્યા તેમજ માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાની 18 જિલ્લા પંચાયતની સીટ ના આગેવાનો તાલુકા સંગઠનના પ્રમુખ અને પ્રધાનો સાથે બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે પાર્ટી પ્રમુખ બાબુરાવ ચોર્યાએ જણાવ્યું હતું કે 173 વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે આ રીન્યુ બેઠક બોલાવવામાં આવી છે. જેનો મુખ્ય ઉદેશ્ય જિલ્લાના તમામ ભાજપના આગેવાનો સક્રિય બની બુથ લેવલે કામ કરે, પોતાની કામગીરી બાબતે જન સંપર્ક કરે જેથી કરીને લોકોને વિકાસકીય કામોની જાણ થાય અને તેઓ પાર્ટીનું મહત્વ સમજે. જિલ્લાના તમામ સ્થાનિક નેતાઓએ ગંભીરતા દાખવવી જરૂરી છે. તેમજ પેજ પ્રમુખ બનાવી સોશિયલ મીડિયામાં પણ સક્રિય બનવા આહવાન કર્યું હતું.
ડાંગ: 173 વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપની રિન્યુ બેઠક યોજાઈ - meeting of BJP leaders was held in Dangs
ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભે શુક્રવારે આહવા સર્કિટ હાઉસ ખાતે ભાજપના નેતાઓની બેઠક યોજાઇ હતી.