આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ મહિલા સશક્તિકરણ નિમિત્તે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. હાલના દિવસોમાં દિકરીનું પ્રમાણ ઘટતું જાય છે, જે ચિંતાનો વિષય છે. આપણે સમાજમાં દિકરીઓનો જન્મદર વધે તેવા પ્રયાસો કરવાના છે. આપણે સૌ સાથે મળીને સરકારના અભિયાનને તેજ બનાવીએ.
કલેકટર એન.કે.ડામોરે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી પ્રસંગે કહયું હતું કે, આંગણવાડીના બહેનો સખીમંડળના બહેનો દ્વારા જાગૃતિ લાવીએ. "બેટી બચાવો" અભિયાનને સાર્થક બનાવવા માટે સમાજને મજબૂત બનાવવો પડશે. આપણા સામાજીક દુષણો છે તેને દુર કરવા મહિલાઓએ આગળ આવવાનું છે. સમાજમાં બહેનોનું પ્રભુત્વ રહે તે માટે દીકરીને દિકરાનો દરજ્જો આપવો જોઈએ.બેટી પઢાઓ માટે સરકારના જુદા -જુદા કાર્યક્રમો દ્વારા મહિલાઓને સારૂ શિક્ષણ આપો. મહિલાઓ જુદી જુદી તાલીમ લઇ પગભર થઇ રહી છે, કોઇપણ દિકરી શિક્ષણમાં વંચિત ન રહે, મહિલાઓનું યોગદાન સમાજમાં સુદ્રઢ હોય,સાથે જ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ સરકારના વિવિધ કાર્યક્રમોમાં મહિલાઓના રોલ અંગે વાત કરતા જણાવ્યુ઼ં હતું કે, બેટી બચાઓ અભિયાનની સત્વરે જરૂર છે.
બેટી બચાઓ આપણા માટે લાલબત્તી સમાન ચેતવણી છે. જેને ગંભીરતાથી લેવી જોઈએ. ડાંગમાં વર્ષ 2011માં દર હજારે 1006 દિકરીઓ હતી. આજે એ પ્રમાણ 9.34 થઇ ગયું છે. દિકરીઓનો જન્મદર ઘટી રહ્યો છે.દિકરીઓનું પ્રમાણ વધે તે માટે મોટા પાયે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બેટી બચાઓ-બેટી પઢાઓ સૂત્રને શાળાની વિઘાર્થીનીઓ દ્વારા સૌથી વધુ વખત લખીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકઓ અગ્નીશ્વર વ્યાસ,દિનેશ રબારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મેધા મહેતા,તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ ગવળી,ડૉ ડી.સી.ગામીત સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગની બહેનો,આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર બહેનોનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈએ કર્યું હતું. આહવાના બહેનોએ બેટી બચાઓ વિષયે નાટક રજુ કર્યું હતું.