ETV Bharat / state

ચોમાસામાં મેઘધનુષને કારણે ડાંગનું વાતાવરણ બન્યું રંગીન - ડાંગ ન્યૂઝ

સોમવારે ડાંગ જિલ્લાના આહવાથી વઘઇને સાંકળતા નડગખાદી ગામ અને ચિકટિયા ગામની વચ્ચે કુદરતી કરિશ્મા તરીકે ઓળખાતા મેઘધનુષનું ચિત્રણ નિલગગન આભમાં સર્જાતા અહીનાં દ્રશ્યો મનમોહક બન્યા હતા.

ડાંગ
ડાંગ
author img

By

Published : Jun 8, 2020, 8:47 PM IST

ડાંગ: રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો એટલે કુદરતી સંપદાથી ઘેરાયેલો જિલ્લો છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન આહલાદક દ્રશ્યો જોવા મળે છે.

તેવામાં સોમવારે ડાંગ જિલ્લાના આહવાથી વઘઇને સાંકળતા નડગખાદી ગામ અને ચિકટિયા ગામની વચ્ચે કુદરતી કરિશ્મા તરીકે ઓળખાતા મેઘધનુષનું ચિત્રણ નિલગગન આભમાં સર્જાતા અહીનાં દ્રશ્યો મનમોહક બન્યા હતા.

ડાંગ જિલ્લાના નડગખાદી વિસ્તારમાં ઝરમરીયા વરસાદી મહોલની વચ્ચે સપ્તરંગી મેઘધનુષનું ચિત્રણ થતા અહીંથી પસાર થતા લોકો માટે દ્રશ્યો મનમોહક બન્યા હતા. જ્યારે સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા મુંરબી ગામે પણ ઝરમરીયો વરસાદ પડતા આકાશમાં મેઘધનુષ્યનું સુંદર વાતાવરણ સર્જાયું હતું.

ડાંગ જિલ્લામાં બે દિવસ બાદ આજે વાતાવરણ સાવ ખુલ્લું જોવા મળ્યું હતું. જ્યારે સાંજના સમયે આકાશી વાદળો ઘેરાઇ જતા અમુક જગ્યાએ ઝરમરીયો વરસાદ વરસી જવાના કારણે વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું. રાજ્યના ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં હળવા તડકાની સાથે ઝરમર વરસાદ પડતા અહીંનું સમગ્ર વાતાવરણ ખુશનુમા બની જવા પામ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.