ડાંગ જિલ્લાના આહવાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે મુંબઇ પોલીસ અધિનિયમ 1951(1951ના 22માં)ની કલમ-33(1) મુજબ મળેલ સત્તાની રૂએ આજથી 15 સેપ્ટેમ્બર 2019 સુધી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લાના સમગ્ર મહેસુલી વિસ્તારમાં ખાઘ સામગ્રીના ઉપયોગમાં પ્લાસ્ટિકની કોથળી (કન્ટેઈનર)નો ઉપયોગ કરવા પર તથા 20 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યું છે.
ખાદ્ય સામગ્રીના ઉપયોગમાં લેવાની તમામ પ્લાસ્ટિકની કોથળી કે, થેલી તથા અન્ય પ્રકારના પ્લાસ્ટિકના પેકીંગ પર કયા પ્લાસ્ટિકમાંથી બનાવેલી છે. તે બેગ,થેલી કે પેકીંગના ઉત્પાદકે આવશ્યક રીતે છાપવાનું રહેશે. આ બાબત છાપવામાં આવી છે કે, નહિં તેની ચકાસણી વપરાશકર્તાઓએ કરી કોથળી, થેલી કે પેકીંગનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે જરૂરી ખાત્રી કર્યા સિવાય વાપરનારાઓ પણ ઉત્પાદક જેટલા જ જવાબદાર ગણાશે.
આ હુકમનો ઉલ્લંધન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ દંડને પાત્ર રહેશે. ડાંગ જિલ્લાના સાપુતારા નોટિફાઈડ એરિયા સહિત સમગ્ર મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે.