ETV Bharat / state

કોરોના સંક્રમણને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ - Ban on celebrations of upcoming

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તારીખ 29 જુલાઈ 2020ના હુકમ અન્વયે રાજ્યના ગૃહ વિભાગના તારીખ 31 જુલાઈ 2020ના જાહેરનામાંથી સમગ્ર રાજ્યમાં ગૃહ મંત્રાલયના હુકમ સાથેની માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. તદુપરાંત ધાર્મિક સ્થાનો અને પૂજાના સ્થળો સબંધમા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી SOPને અનુલક્ષીને આવનારા તહેવારોની જાહેરમાં ઉજવણી પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

"કોરોના" સંક્રમણને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

author img

By

Published : Aug 10, 2020, 10:36 PM IST

ડાંગ: ગુજરાત સરકારના ગૃહ વિભાગના હુકમ અનુસાર આગામી જન્માષ્ટમી તા.15 ઓગસ્ટ થી તા.21 ઓગસ્ટ દરમિયાન પર્યુષણ, ત્યારબાદ તરણેતરનો મેળો, ગણેશ મહોત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, મહોરમના તહેવાર આવી રહ્યા છે.

રાજ્યમાં હાલની કોરોના મહામારીની સ્થિતિ ધ્યાને લેતા આગામી ધાર્મિક તહેવારો દરમિયાન આવા તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રીકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃત્તિ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનુ સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી જાહેર આરોગ્યની જાળવણી અર્થે ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરાયો છે.

કોરોના મહામારીની સ્થિતિને ધ્યાને લેતા જાહેર આરોગ્યની જાળવણી અર્થે ડાંગ જિલ્લાના જનસમુદાયની જિંદગી, તંદુરસ્તી અને સલામતી માટે ઉક્ત હુકમોની ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે.

ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ, ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાંના રોજ શીતળા સાતમ, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશ મહોત્સવ, મહોરમ વગેરે તહેવારોની જાહેરમાં ઉજવણી, શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રીકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃત્તિ કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશિયલ ડીસ્ટાન્સીંગનો ભંગ થવાની તથા કોરોનાનુ સંક્રમણ વધવાની શક્યતા રહેલી હોય તેવી તમામ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.