- લાંબા ગાળે સુધી ટકાઉ અને ફાયદાકારક કુંવારપાઠાની ખેતી
- કુંવારપાઠાની ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવી રહી છે
- નાગલી (રાગી) નાં પાકની ખેતી
ડાંગઃ જિલ્લામાં આરોગ્યવર્ધક પાક નાગલીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ત્યારબાદ ડાંગર, વરાઈ, અડદની ખેતી કરવામાં આવે છે. આ પરંપરાગત ખેતી સિવાય ડાંગ જિલ્લાનાં ખેડૂતો હવે ઔષધીય પાકોની ખેતી પણ મોટાં પાયે કરવા લાગ્યાં છે. ડાંગ જિલ્લાનાં ખેડૂતો પરંપરાગત ખેતી સિવાય અન્ય ખેતી તરફ વળ્યાં છે. ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં નાગલી (રાગી) નાં પાકની ખેતી મોટાં પાયે કરવામાં આવે છે. નાગલી આરોગ્યવર્ધક પાક છે. તે સિવાય ચોમાસા દરમિયાન ડાંગર, અડદ, વરાઈ,મગફળીની ખેતી કરવામાં આવે છે.
ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી સિવાય અન્ય ખેતી
ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. તેમ છતાંય અહીં 70% લોકોને રોજગારી માટે અન્ય જિલ્લા કે, મહારાષ્ટ્ર રાજ્યમાં 6 મહિના માટે મજુરી કામ અર્થે સ્થળાંતર થવું પડે છે, ત્યારે ખેતીમાં નવાં પ્રયોગ સાથે ગામની ખેતી દ્વારા ખેડૂતો ખેતીમાંથી રોજગારી મેળવી શકે તે માટે ઔષધીય પાકો, શાકભાજીની ખેતી કરવા લાગ્યાં છે. અહીં મૂસળીની ખેતી મોટાં પાયે કરવામાં આવે છે. જેમાં ખેડૂતો ઓછી જગ્યામાં ખેતી કરી વધુ આવક મેળવી શકે છે. તેમજ લાંબા ગાળા સુધી ટકી રહેતી ઔષધીય ખેતી કુંવારપાઠુંની ખેતી માટેનાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યાં છે.
કુંવારપાઠાની ખેતીનો નવતર પ્રયોગ
ડાંગ જિલ્લાને ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ઓર્ગેનિક પધ્ધતિ દ્વારા 2 એકર જમીનમાં કુંવારપાઠાની ખેતી કરવામાં આવી છે. અહીં 2 એકર જમીનમાં 5 કેરડાંમાં 10 હજાર છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ દરેક છોડવાઓને ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે. તેમજ છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. દગુનિયા ગામનાં ખેડૂત લાલભાઈ ગાવીત જણાવે છે કે, તેઓ દરવર્ષે પરંપરાગત ખેતી કરતાં હતાં પણ ટેલિવિઝનનાં માધ્યમથી તેઓને જાણવા મળ્યું હતું કે, કુંવારપાઠાની ખેતી દ્વારા ખેતીમાં વધું આવક મેળવી શકાય છે. જેથી તેઓએ ખેતીમાં નવતર પ્રયોગ કરી કુંવારપાઠુંની ખેતીની શરૂઆત કરી છે. જેનો ફાયદો થતાં તેઓ ખેતીમાં વધારો કરશે.
ખેતીમાં ઓછી મહેનતથી વધુ આવક
કુંવારપાઠુંની ખેતીમાં ઓછી મહેનતથી વધું આવક મેળવી શકાય છે. આ ખેતી લાંબા ગાળાની ખેતી કહી શકાય. કુંવારપાઠુંનાં છોડને કોઈ પણ સિઝનમાં વાવી શકાય છે. કુંવારપાઠુંને વધારે પાણીની જરૂર હોતી નથી. તેમજ એકવાર કુંવારપાઠુંના પાંદડા કટિંગ કરવાનું ચાલું કરો ત્યારબાદ 5 વર્ષથી વધું સમય ઉત્પાદન ચાલું રહે છે. કુંવારપાઠુંનાં પાંદડાની કિંમત પ્રતિ કિલો 4 થી 8 રૂપિયા છે. તમેજ તેનાં પલ્પ 20 થી 30 હજાર રૂપિયા વેચાય છે. આ ઉપરાંત કુંવારપાઠું ઔષધીય પાક હોવાથી તેનાં ફાયદાઓ અનેક છે.
ડાંગમાં ઔષધીય પાકોની ખેતી
કુંવારપાઠાની ખેતીનો નવતર પ્રયોગ કરી ડાંગના ખેડૂતો ઘર આંગણે રોજગાર પ્રાપ્ત થાય તેવા પ્રયાસ તરફ વળ્યાં છે. પરંપરાગત ખેતી સિવાય પણ અન્ય ઔષધીય પાકોની ખેતી કરીને વધું આવક મેળવી શકાય છે. તે માટે ખેડૂતોનાં નવતર પ્રયોગ જોવાં મળે છે. ડાંગ જિલ્લામાં આરોગ્યવર્ધક પાક નાગલીની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ત્યારબાદ ડાંગર, વરાઈ, અડદની ખેતી કરવામાં આવે છે. આ પરંપરાગત ખેતી સિવાય ડાંગ જિલ્લાનાં ખેડૂતો હવે ઔષધીય પાકોની ખેતી પણ મોટાં પાયે કરવા લાગ્યાં છે. દગુનિયા ગામે 2 એકર જમીનમાં 10 હજાર કુંવારપાઠાનાં છોડવાઓ વાવીને ખેડૂતે ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે.