આ બાબતે ગામના આગેવાન સુભાષભાઇ અને ગ્રામ જનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્ર અને ICDS વિભાગ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ જે દેખાય રહ્યું છે. જયા સરકાર નાના નાના ભુલકાવોને નાનીથી મોટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અનેક સુવિધાઓ આપી રહી છે. પરંતુ ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ આમથવા ગામે જાણે બાળકો હજુ પણ 1980ની જીવનશૈલીમાં જીવી રહ્યા છે. છતાં સરકારી તંત્રએ આબાબતે કેમ ધ્યાન નથી આપતા.
એક બાજુ ગુજરાત અને ડાંગ પ્રગતિ કરી રહીયુ છે અને બીજી બાજુ સુબીર તાલુકાના આંગણવાડી કેન્દ્રો છે. જયા સરકારી તંત્ર આંખ આડા કાન કરી રહી છે. જેમાં ઉતમ નમુનો આમથવા ગામે છે. આ બાબતે વહેલી તકે તંત્ર જાગે અને કોઇ મોટી દુર્ઘટના સર્જાઈએ પહેલાં સરકારી તંત્ર જાગેએ જરૂરી બન્યું છે અને એજ પ્રજાની માંગ છે.