ડાંગ જિલ્લાના ગિરિમથક એવા સાપુતારામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. જેને પગલે અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે સાપુતારામાં જલ્લા પ્રવાસન વિભાગ તેમજ જિલ્લા વહિવટ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજનના કરવામાં આવતું હોય છે. ત્યારે મોનસુન ફેસ્ટિવલના આયોજન સંદર્ભે શુક્રવારના રોજ કલેક્ટરના નેતૃત્વમાં બેઠકનું આયોજન કરાવમાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે તમામ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોન્સુન ફેસ્ટીવલ દરમિયાન નાનામાં નાની બાબતોની કાળજી લેવાય અને તકેદારીના ભાગરૂપે કોઇપણ જાતની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
સહેલાણીઓને પુરતી સુવિધા મળે તે માટે વહીવટી તંત્ર કટીબધ્ધ છે. સાપુતારાના ફરવાલાયક સ્થળો ગવર્નર હીલ, બોટીંગ, પાર્કીંગ, સનસેટ પોઇન્ટ, સનરાઈઝ પોઈન્ટ, ગાર્ડન જેવા તમામ સ્થળોએ સંબંધિત અધિકારીઓએ મુલાકાત લઇ ચોકસાઈ પૂર્વક કામગીરી ચકાસવાની રહેશે. તો મેડિકલ ટીમ પણ ઉપસ્થિત રહે અને માર્ગ મકાન સ્ટેટ તેમજ નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે સુચારૂ આયોજન કરે તે જરૂરી છે.
તો આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીએ જણાવ્યું હતું કે, મોન્સુન ફેસ્ટીવલ દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે હોમગાર્ડની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. તેમજ સ્થાનિક પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફને યોગ્ય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવશે.
![કલેક્ટરના નેતૃત્વમાં બેઠકનું આયોનજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-dang-01-11-july-2019-saputara-photo-story-umesh-gavit_11072019181445_1107f_1562849085_1095.jpeg)
તો આ પ્રસંગે હોટેલ એસોસિએશનના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્ય કાર્યક્રમના સ્થળે તૈયાર કરવામાં આવતા ડોમને કારણે બોટીંગ તરફ થોડી મુશ્કેલી સર્જાય છે. જેથી બીજા સ્થળોનું પણ નિરીક્ષણ કરીને સ્થળ બદલી શકાય તો પ્રવાસીઓને અનુકૂળ રહેશે.
સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા રમત-ગમત અધિકારીએ સ્થાનિક કલાકારોને રોજગારી મળે તેમજ કલાકારોની વ્યવસ્થા સારી રીતે થાય તે જોવાનું રહેશે.
તો આ બેઠકમાં નિવાસી કલેકટર ટી.કે.ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.આર.અંસારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જે.ડી.પટેલ, ટુરિઝમ મેનેજર રાજુભાઈ ભોંસલે, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.