ETV Bharat / state

ડાંગ આહવા ખાતે યોજાઈ સંભવિત વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક - ડાંગમાં બેઠક

ડાંગ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે નંબર 953 (બરડીપાડા-આહવા-શામગહાન-સાપુતારા) સહિત 7 જેટલા રાજ્ય ધોરી માર્ગો, ઉપરાંત જિલ્લા પંચાયત અને વન વિભાગ હસ્તકના ગ્રામ્ય માર્ગો સંભવિત તૌકતે વાવાઝોડાને કારણે અવરોધાય નહીં અને આ માર્ગો આવગમન માટે સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના ડાંગના કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા અધિકારીઓને આપી છે.

ડાંગ આહવા ખાતે યોજાઈ સંભવિત વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક

author img

By

Published : May 18, 2021, 1:56 AM IST

  • ઝીરો કેઝ્યુલિટીના સંકલ્પ સાથે કામગીરી કરવાની કલેક્ટરભાવિન પંડ્યાની અપીલ
  • આહવા ખાતે યોજાઈ સંભવિત વાવાઝોડા સંદર્ભે તાકીદની બેઠક
  • કલેક્ટર સહિતના ઉચ્ચાધિકારીઓએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન
  • મુખ્ય રસ્તાઓ અવરોધાય નહીં માટે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવશે

ડાંગ: જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે નંબર 953 (બરડીપાડા-આહવા-શામગહાન-સાપુતારા) સહિત 7 જેટલા રાજ્ય ધોરી માર્ગો, ઉપરાંત જિલ્લા પંચાયત અને વન વિભાગ હસ્તકના ગ્રામ્ય માર્ગો સંભવિત તૌકતે વાવાઝોડાને કારણે અવરોધાય નહીં અને આ માર્ગો આવગમન માટે સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના ડાંગના કલેક્ટર ભાવિન પંડ્યાએ જિલ્લા અધિકારીઓને આપી છે.

આ પણ વાંચોઃ નવસારીમાં તૌકતે વાવાઝોડાને પગલે પ્રભારી પ્રધાન ઈશ્વર પરમારે બેઠક કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું

વાવાઝોડના કારણે સંદેશા વ્યવહાર ખોરવાઈ નહીં તે માટે વ્યવસ્થા કરાઇ

વનાચ્છાદિત ડાંગ જિલ્લામા સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો કોઈ પણ સંજોગોમા ન અવરોધાય તે રીતની વ્યવસ્થા કરવાની તાકીદ કરતા કલેક્ટર પંડ્યાએ જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમો રાઉન્ડ ધ કલોક ચાલુ કરી સંબંધિત તાલુકાઓના નોડલ ઓફિસરોને જવાબદાર કર્મચારીઓને ફરજ નિયુક્ત કરવાની પણ હિમાયત કરી હતી.

વાવાઝોડાના પગલે આરોગ્ય સેવાઓમાં વિપરીત અસરના થાય તે જોવું

આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા સરકારી વાહનોમા જરૂરી ઇંધણનો જથ્થો જળવાઈ રહે તે રીતની કાર્યવ્યવસ્થા હાથ ધરી, વાવાઝોડાને પગલે ખાસ કરીને કોરોનાના સમયે જિલ્લાની આરોગ્ય સેવાઓને કોઈ વિપરીત અસર ન પહોંચે તે જોવાની પણ કલેક્ટરે તાકીદ કરી હતી. સંભવિત વાવાઝોડા સહિત આગામી ચોમાસાને ધ્યાને લઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના સંબંધિત તમામ વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.

જિલ્લામાં કોઈપણ ઘટના અંગે ડિઝાસ્ટરને જાણ કરવી

ડાંગ જિલ્લાના પ્રજાજનોને પણ સંભવિત વાવાઝોડા સહિત કોરોના સંક્રમણને ધ્યાને લેતા બિનજરૂરી આવાગમન ન કરવાની સૂચના આપતા કલેક્ટર ભાવિન પંડયાએ જિલ્લામાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને તો જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ (02631 -220347 ) ઉપર તે અંગેની જાણકારી આપવાની પણ અપીલ કરી છે.

ડાંગ જિલ્લાના તમામ વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની અપીલ

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત ડાંગ જિલ્લાની પોતાની પ્રથમ બેઠકને સંબોધતા કલેક્ટર ભાવિન પંડયાએ તૌકતે વાવાઝોડાના આ સમયે "મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલિટી'ના સંકલ્પ સાથે ડાંગ જિલ્લાના સૌ વિભાગોને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની અપીલ કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ પણ ઉપયોગી સૂચનો કરી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.