- બાળકોને સ્કુલ બેગ અને પાણીની બોટલનું વિતરણ કરાયું
- કિશોર-કિશોરીઓને ઉપયોગી અનેક પ્રકારની માહીતી અપાઈ
- કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરાયું
ડાંગ: જિલ્લાનાં વધઇ તાલુકામાં સમાવિષ્ટ કાલીબેલ PHCનાં પેટા કેંદ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોગડીયા અને એન્જીન પાડા ગામમાં એડોલેસન્ટ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં માત્ર 2 એક્ટિવ કેસ, તમામ દર્દીઓ હોમ આઇસોલેટ
કાલીબેલ PHCમાં એડોલેસન્ટ હેલ્થ ડેની ઉજવણી
ઉજવણી પ્રસંગે કાલીબેલ PHCનાં પેટા કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં અડોલેશન કાઉન્સિલેર નિકીતા બાગુલ, CHO ઉષાબેન, ફિમેલ હેલ્થ વર્કર ઇન્દુબેન, જયેશભાઇ તથા આશા અને પિયર એજ્યુકેટ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત હેલ્થ ડેની ઉજવણી કરી હતી. આ સાથે, ઉપસ્થિત બાળકોને સ્કુલ બેગ અને પાણીની બોટલનું વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
કિશોર કીશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું
આ કાર્યક્રમમાં અડોલેશન કાઉન્સિલર નિકીતા બાગુલે કિશોર કિશોરીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. આ સાથે, કિશોર કિશોરીઓને કિશોરાવસ્થામાં થતા ફેરફારો, વૃદ્ધિ વિકાસ, સમતોલ આહાર, એનેમિયા, IFAની ગોળી, વ્યસનમુક્તિ, HIV, STI, RTI, નાની ઉમરમા લગ્ન વિશે અને નાની ઉંમરે ગભૉવસ્થાની અસરો, સાથે માનસિક આરોગ્યની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જીવન કૌશલ વિશેની સમજુતી પણ આપવામાં આવી હતી. તેમજ ટીબી વિશેની વિગતવાર માહિતી આપી હતી.
આ પણ વાંચો: Dang Corona Update : ડાંગ જિલ્લામાં માત્ર 4 એક્ટિવ કેસ, તમામ દર્દીઓ હોમ આઇસોલેટ
કિશોરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યાં
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કિશોરીઓને પિરીયડ્સમાં શરીરની સ્વચ્છતા વિશે સમજુતી આપવામાં આવી હતી. આ વેલનેસ સેન્ટર પર આવેલા બધા બાળકોને આર્યનની ગોળીઓ આપવામાં આવી હતી. હાલમાં ચાલતાં કોરોના મહામારી વિશે સમજાવતા 18 વય ઉપરનાં કિશોર કિશોરીઓને વેક્સિન વિશેની પણ માહિતી આપી વેક્સિન લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.