ETV Bharat / state

અજીબ ઘટના: ડાંગના ચીંચલી ગામનાં ઘાટ માર્ગમાં ચાલુ બસમાંથી મહિલા ફેંકાઈ - ડાંગ સમાચાર

ડાંગ જિલ્લામાં ચીંચલી ઘાટ માર્ગમાં ચાલુ લકઝરી બસની બારીમાંથી એક મહિલા નીચે ફેંકાઈ ગઈ હતી. નજીકના ગ્રામજનોએ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થતાં મહિલાનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં.

અજીબ ઘટના: ડાંગના ચીંચલી ગામનાં ઘાટ માર્ગમાં ચાલુ બસમાંથી મહિલા ફેંકાઈ

author img

By

Published : Jun 6, 2021, 10:41 PM IST

  • ડાંગના ચીંચલી ઘાટ માર્ગમાં મહારાષ્ટ્રની મહિલા બારીમાંથી ફેંકાઈ
  • મહિલા બસમાંથી ફેંકાઈ છતાંય કોઈને બસમાં જાણ ન થઈ
  • સારવાર માટે આહવા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી

ડાંગ : મહારાષ્ટ્રથી વાયા ચીંચલી ગામ થઈ સુરત જઇ રહેલી લક્ઝરી બસમાં સવારના 3 વાગ્યાના અરસામાં ચીંચલી ઘાટ માર્ગમાં મહિલા લકઝરી બસની બારીમાંથી ફેંકાઈ ગઈ હતી. લકઝરી બસમાં મુસાફરી કરી રહેલ માલેગાંવની રહીશ કૌસરબેન મુનાફભાઈ શેખને ઉલટી આવતા તેઓ બારીમાંથી ઉલટી કરવા જતા પોતાનું મોઢુ અને અર્ધું શરીર બહાર કાઢયુ હતુ.લકઝરી બસ ઘાટમાર્ગમાં હોવાનાં કારણે આ મહિલા અચાનક બસની બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.

મહિલા બસમાંથી ફેંકાઈ છતાંય કોઈને જાણ ન થઈ

જોકે આ ઘટના અંગેની જાણ લકઝરી બસમાં બેસેલા મુસાફરો,કંડકટર તેમજ બસનાં ડ્રાઈવરને પણ થઈ ન હતી.આ લકઝરી બસ સુરત પહોંચી ગઈ જ્યા આ મહિલાની જગ્યાએ ફક્ત તેના ચપ્પલ મળી આવ્યા હતા.આ ઘટનાની જાણ લકઝરી બસનાં તમામ લોકોને થતા અચરજમાં મુકાઈ ગયા હતા.

ડાંગ નાં સેવાભાવી લોકોએ મહિલાને હોસ્પિટલમાં ખસેડી હતી

આ મહિલા જે જગ્યાએ પડી ગઈ હતી તે જગ્યાએથી ડાંગનાં સેવાભાવી સામાજિક કાર્યકર એવા નાંદનપેડા ગામનાં ઝાકીર શબ્બીર વાની હાફેજી ગફુરવાની, તથા ઉમર ફારૂક જાકીર વાનીએ આ મહિલાને તુરંત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી સારવારનાં અર્થે આહવા સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વધુમાં આ મહિલાનાં ફોટો વોટ્સએપ ઉપર વાઇરસ થતા તેમના પરિવારજનો આહવા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાદમાં આ મહિલાને પોતાનો દીકરો લેવા આવતા સુખદ અંત આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.