ETV Bharat / state

ડાંગ અને તાપી જિલ્લાની સરહદે આવેલો કાકા-કાકીનો રમણીય ધોધ - Dang Kaka Kaki’s 300 feet high waterfall

મહારાષ્ટ્ર અને ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કુદરતે સૌંદર્યના અણમોલ ખજાનાનું સર્જન કર્યું છે. સહ્યાદ્રી પર્વતની ગિરીમાળાઓમાં ગાઢ જંગલો ધરાવતા આ પ્રદેશમાં સહેલાણીઓ માટે ખૂબ જ મજાનું પર્યટન સ્થળ આવેલું છે. સ્થાનિક બોલીમાં તે કાકાનો કળસો તરીકે ઓળખાય છે. આ ધોધની ઉંચાઈ અંદાજીત 300 ફૂટથી વધુ છે.

ETV bharat
ડાંગ અને તાપી જિલ્લાની સરહદે આવેલો કાકા-કાકાનો રમણીય ધોધ..
author img

By

Published : Aug 24, 2020, 7:47 PM IST

ડાંગ: મહારાષ્ટ્ર અને ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કુદરતે સૌંદર્યના અણમોલ ખજાનાનું સર્જન કર્યું છે. સહ્યાદ્રી પર્વતની ગિરીમાળાઓમાં ગાઢ જંગલો ધરાવતા આ પ્રદેશમાં સહેલાણીઓ માટે ખૂબ જ મજાનું પર્યટન સ્થળ આવેલું છે. સ્થાનિક બોલીમાં તે કાકાનો કળસો તરીકે ઓળખાય છે. આ ધોધની ઉંચાઈ અંદાજીત 300 ફૂટથી વધુ છે.

ETV bharat
ડાંગ અને તાપી જિલ્લાની સરહદે આવેલો કાકા-કાકીનો રમણીય ધોધ

કાકા-કાકીનો ધોધ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. અહીં પહોંચવા માટે ડાંગ જિલ્લાના કેશબંધ ગામથી 5 કિ.મી.નું અંતર ડુંગરોની તળેટીમાં પગદંડીથી જ કાપવુ પડે છે.ગાઢ જંગલો હોવાથી સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે લઇ જવા પડે છે.અહીં ઉંચા ઘાસ અને વનસ્પતિઓ છવાયેલી હોવાથી આ જગ્યા પર જવુ ખૂબ જ કઠીન છે. નાની નદીને બે વાર ઓળંગીને ધોધ સુધી પહોંચવામાં આવે છે. પ્રવાસીઓને એમેઝોન કે દક્ષિણ આફ્રિકાના જંગલોની યાદ આવી જાય એટલા ગીચ જંગલો અહીં આવેલા છે.

પ્રવાસીઓએ કાકા-કાકીનો આ ધોધ (અંદાજીત ૩૦૦ ફૂટ) નિહાળવો હોય તો તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી અંદાજીત 70 કિ.મી.સોનગઢ થી 65 કિ.મી. અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી 50 કિ.મી.ના અંતરે આવેલો છે. મહારાષ્ટ્રના નંદરબાર અને ધુલિયા જિલ્લાની સરહદ અહીં આવેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ સ્થળે પહોંચવા માટે સુંદર માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે.જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર-પીંપલનેર-નંદરબાર-ધુલિયા માર્ગ ઉપર બરજર ગામ નજીક નદી કિનારે રસ્તો બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું.

સ્થાનિક અગ્રણી ભૂપેન્દ્રભાઈ કુંવરે જણાવ્યું હતું કે વર્ષો પહેલા અમારા વડિલો કહેતા હતા કે કાકા-કાકીના ધોધ પૈકી કાકાનો ધોધ ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદે આવેલો છે.જ્યારે કાકીનો ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાં પડે છે. અમારા કેશબંધ ગામથી અંદાજીત 5 કિ.મી.દુર આવેલો છે. જે માત્ર પગ રસ્તે જ જઈ શકાય છે. આ જગ્યાએ પહોંચવા બે કલાક જેટલો સમય થાય છે.

કેશબંધ ગામના ખેડૂતો આ દુર્ગમ ખીણ પ્રદેશમાં ઓર્ગેનિક ખેતી-પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક ખેડૂત જશવંતભાઈ કુંવરે વહીવટી તંત્રની ટીમની સાથે ગાઈડની ભૂમિકા અદા કરતા જણાવ્યું હતું.કે કાકા-કાકીના ધોધની લોકવાયકા છે કે અહીં આવતા પ્રવાસીઓ મનભરીને સૌંદર્ય માણી શકે છે. પરંતુ અહીં ક્યારેય જાનહાની થઇ નથી. આ ધોધ અને નદીની ભૌગોલિક રચના જ એવી છે કે પ્રવાસીઓ માટે ખૂબ જ સલામત જગ્યા છે. અહીં એક વિશિષ્ટ પ્રકારનું ઘાસ થાય છે. જેને સ્થાનિક બોલીમાં સુરમા તરીકે લોકો ઓળખે છે. જેના પાન ચાની અંદર નાંખવામાં આવે તો અનેરી લિજ્જતદાર ચા બને છે. આ ઘાસના મૂળ પશુઓના પાચનતંત્ર માટે ઉત્તમ પ્રકારની ઔષધિ તરીકે અહીંના લોકો ઉપયોગમાં લે છે. અહીંના ખીણપ્રદેશમાં ઘણી બધી ઔષધીઓ જોવા મળે છે. જેને સ્થાનિક પારંપરિક જડીબુટ્ટીઓના જાણકાર લોકો ઉપયોગ કરે છે. જંગલી કેળાના છોડ અહીં ચવ તરીકે લોકો ઓળખે છે. જેના કુમળા થડને સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. જેને ખાવાથી ઉત્સર્જન તંત્ર સારી રીતે કામ કરે છે. એવી માન્યતા છે.

આમ આ પ્રકારની ઔષધિઓના સેવનથી અહીંના લોકો નિરોગી અને સશક્ત જોવા મળે છે. કાકા-કાકીના ધોધ એટલો તો રમણીય છે કે જેને નિહાળી સહેલાણીઓ ભાવવિભોર બની નાચી ઉઠે છે. ચાલવાનું અંતર વધુ અને દુર્ગમ હોવાથી ધોધની નજીક ન પહોંચી શકાય તો ધોધની ચારે તરફથી દુરથી પણ આ નજારો માણી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.