ડાંગઃ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગાયગોઠણ ગામે એક આદિવાસી પરિવારનાં ઘરમાં વિજ ફોલ્ટનાં કારણે આગ લાગતા ઘર બળીને ખાક થઇ ગયુ હતુ. આગની ભયાનક જવાળાઓનાં લપેટમાં ઘરનો તમામ સામન બળની ખાક થયો ગયો હતો. સદનસીબે કોઇ જાનહાની નહી પોહચતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ ગાયગોઠણ ગામે રહેતા એક આદિવાસી પરિવારનાં ઘરમાં વિજ ફોલ્ટનાં કારણે એકાએક આગ લાગી હતી. વિજ ફોલ્ટનાં કારણે લાગેલી આગે પોતાનુ ભયાનક સ્વરૂપ ધરણ કરી લીધુ હતુ. જેના કારણે આખા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કાચુ મકાન હોવાના કારણે આગની જવાળાઓ ઘરમાં ચોતરફ પ્રસરી ગઇ હતી. અહી આ આદિવાસી પરિવારનાં ધરમાં રહેલો ઘર વખરીનો સામાન સહીત ઘરના તમામ લાકડા બળીને ખાક થઇ જતા જંગી નુકસાન થયુ હતુ.
આ ધટનાની જાણ ગ્રામજનોએ ડાંગ વહીવટી તંત્રનાં ડિઝાસ્ટર વિભાગની ટીમને કરતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી જઇ આગ ઓલાવવા માટે ફાયર સેફ્ટી સહિત પાણીનાં બંબા દ્વારા ઘરમાં લાગેલી ભીષણઆગને કાબુમાં લીધી હતી અને નુકસાનીનો તાગ કાઢી આ પરિવારને સહાય માટેની તજવીજ હાથ ધરી હતી.