ડાંગ: રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલના તબક્કે કોરોનાના 3 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. જેને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાની આહવા પોલીસની ટીમે સોમવારે બપોરના અરસામાં આહવા નગરમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું.
આ દરમિયાન આહવા નવાપુર રોડ પર હનુમાનજી મંદિર સામે આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનનો સંચાલક બલવિર ગંગારામ ગૌતમે દુકાનમાં ગ્રાહકોને લાઈનમાં રાખવાની જગ્યાએ ટોળામાં ભેગા કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી આહવા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય દુકાન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
પોલીસે લોકડાઉન પૂરું થયા બાદ દુકાન સંચાલકને આહવા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું હતું.