ETV Bharat / state

ડાંગમાં બાળ સુરક્ષા એકમની જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિ બનાવવા બેઠક યોજાઈ

author img

By

Published : Jan 12, 2021, 12:54 PM IST

ડાંગ જિલ્લામાં બાળ સુરક્ષા એકમની જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિનું ગઠન કરવા માટે એક બેઠક યોજાઈ હતી. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાન્ત અધિકારી કાજલ ગામીતના અધ્યક્ષસ્થાને આ સમિતિનું ગઠન કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

ડાંગમાં બાળ સુરક્ષા એકમની જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિ બનાવવા બેઠક યોજાઈ
ડાંગમાં બાળ સુરક્ષા એકમની જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિ બનાવવા બેઠક યોજાઈ
  • ડાંગ જિલ્લામાં બાળ સુરક્ષા એકમની જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિનું ગઠન કરવા બેઠક યોજાઈ
  • સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળ સમિતિ સભ્યોની નિયુક્તિ કરાઈ
  • સમિતિના સભ્યો તરીકે જિલ્લાનાં જુદા જુદા વિભાગના અધિકારીઓની નિમણૂક કરાઈ

ડાંગઃ ધ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એકટ-2015 હેઠળ ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી ધ જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) મોડેલ રૂલ્સ-2016 અંતર્ગત બાળ સંભાળ ગૃહના નિરીક્ષણ માટે રાજ્ય અને જિલ્લા કક્ષાની નિરીક્ષણ સમિતિઓની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આને ધ્યાનમાં રાખી નવરચિત ડાંગ જિલ્લા કક્ષાની જિલ્લા નિરીક્ષણ સમિતિની રચના કરવાનું પ્રાવધાન કરાયું છે, જે મુજબ સમિતિના અધ્યક્ષ તરીકે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કાજલ ગામીત અને સભ્ય સચિવ તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોશી જવાબદારી સંભાળશે.

સમિતિના સભ્યો તરીકે જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓની નિમણૂક કરાઈ

સમિતિના સભ્યો તરીકે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના સભ્ય તરીકે એડવોકેટ વંદના ત્રિવેદી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય તરીકે સામાજિક કાર્યકર કિશોર બાગુલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત, શિક્ષણના નિષ્ણાત, અને બાળકોના અધિકાર, કાળજી, સુરક્ષા તથા બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતા સામાજિક કાર્યકરની નિયુક્તિ માટે પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી. આગામી ત્રણ વર્ષ માટે કાર્યકાળ ધરાવતી આ સમિતિ ધ ગુજરાત જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) રૂલ્સ-2019ના નિયમ-42 (10 થી 14)ની જોગવાઈઓ અનુસારની કામગીરી બજાવશે.

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કાજલ ગામીતે સંસ્થાની મુલાકાત લીધી હતી

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે મળેલી બેઠકમાં આ સમિતિની રચના સહિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કાજલ ગામીત સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ અને અન્ય સમિતિ સભ્યોએ સંસ્થાની મુલાકાત લઈ જરૂરી સૂચનો પણ રજૂ કર્યા હતા.

બાળકો સાથે સંવેદનશીલ અને નિષ્ણાત વ્યક્તિઓની પસંદગી કરવા અનુરોધ
સંસ્થાના બાળકોની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરતા ગામીતે બાળ સંભાળ સાથે સંકળાયેલી આ કામગીરીમા ખુબ જ સંવેદનશીલતા સાથે સૌનો સહયોગ મળી રહે તે માટે અપીલ કરી હતી. તેમણે બાકીના સભ્યોની નિમણૂક બાબતે બાળકો પ્રત્યે સંવેદનશીલ, બાળકોની કાળજી અને સુરક્ષા વિશે માહિતગાર, સેવાભાવી સાથે શિક્ષણ નિષ્ણાત હોય તેવા સભ્યોની પસંદગી કરવા બાબતની કાળજી રાખવાનો અનુરોધ કર્યો હતો.

સરકાર દ્વારા બાળકોને યોજનાઓનો લાભ અપાયો છે

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2020 સુધી આ સંસ્થાના કુલ 36 અંતેવાસી બાળકોને યોજનાકીય લાભો સાથે સાંકળી લઈ તેમના કુટુંબમાં પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આ પૈકી 30 બાળકોને ગુજરાત સરકારની "સ્પોન્સરશિપ યોજના" અને 5 બાળકોને "પાલક માતાપિતા યોજના"નો લાભ પૂરો પડાયો છે. પુનઃસ્થાપન કરાયેલા આ બાળકોને "કોવિડ-19" દરમિયાન આર્થિક સહાય પણ ચૂકવવામાં આવી છે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરીએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.