ETV Bharat / state

આહવામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Jan 22, 2021, 10:26 PM IST

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ 10 લાખ કુટુંબોને 50 લાખ લાભાર્થીઓના સમાવેશ અન્વયે રાજ્યના 101 તાલુકાઓમાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આ પણ સામુહિક અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
આહવામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • આહવામાં સામુહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો
  • ડાંગ જિલ્લા વિકાસ અધિકારીની રહ્યા હતા કાર્યક્રમાં હાજર
  • ડાંગ જિલ્લામાં કુલ 40,612 રેશનકાર્ડ ધારકોને અનાજ લાભ આપવામાં આવ્યો

ડાંગઃ જિલ્લામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજ્યના 101 તાલુકાઓમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નવા 10 લાખ કુટુંબોને 50 લાખ લાભાર્થીઓને વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી અભિવાદન કાર્યક્રમના ભાગરૂપે ડાંગ જિલ્લાના મુખ્ય મથક ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

ડાંગ જિલ્લામાં કુલ 40,612 રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાયું

ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ ડાંગ જિલ્લા માટે ખુબજ આશીર્વાદ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે રાષ્ટ્રીય અન્ન કાયદાને લાગુ કરી દેશનો કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે તે માટેની વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 10 લાખ પરિવારોને 50 લાખ લાભાર્થીઓને સીધો લાભ આપવા તમામને કાયદા હેઠળ સમાવી લેવા માટે સઘન આયોજન કર્યું છે. લોકોને કામના સ્થળે તથા શહેરની બહાર કે, બીજા રાજ્યમાં હોય તો પણ લાભ મળશે. ડાંગ જિલ્લામાં કુલ 113 જેટલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનો આવેલી છે. જેમાં કુલ 46,488 રેશનકાર્ડ ધરાવે છે તે પેક્કી 40,612 જેટલા રેશનકાર્ડ અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરી અનાજનો લાભ આપવામાં આવે છે.

એપ્રિલ 2020થી ડિસેમ્બર મહિના અનાજનો લાભ આપવામાં આવ્યોઃ જિલ્લા વિકાસ અધિકારી

આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન પુરવઠા કાયદા હેઠળ ડાંગ જિલ્લાના તમામ કુટુંબોને આવરી લઈને આ યોજનાનો લાભ છેવાડાના ગામડા સુધી લોકોને આપવામાં આવ્યો છે, લોક ડાઉન દરમિયાન ડાંગ જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યાં હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 8 મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ પૂરૂ પાડવામાં આવ્યું હતું. NFSA કેટેગીરીમાંથી વિભાજીત થતા કુટુંબને નવું રેશનકાર્ડ NFSA કેટેગિરીનું રેશનકાર્ડ આપી તમામ લાભો સરકારના ધારાધોરણ પ્રમાણે જેનો લાભ રેશનકાર્ડ ધારકોને મળી રહશે. એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 સુધીમાં 2713 કુટુંબો અને 12101 જન સંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લઈ અનાજનો લાભ આપવામાં આવ્યો હતો.

વિનામૂલ્યે ફૂડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

ડાંગ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન ફસાયેલા પર પ્રાંતિયો, રેશનકાર્ડ ન ધરાવતા હોય તેવા વ્યક્તિ,ઓ શ્રમયોગીઓ, બાંધકામ શ્રમિકો, રેશનકાર્ડ વગરના નોંધાયેલા રક્તપિતના દર્દીઓનો સર્વે કરી કુલ 1,209 લાભાર્થીઓને “અન્ન બ્રહ્મ ભોજનમાં આવરી લઈ વિના મૂલ્યે ફૂડ બાસ્કેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉજવલ્લા યોજના હેઠળ 19,536 કુટુંબને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યાં

ડાંગ જિલ્લાના કુલ 37,992 NFSA રેશનકાર્ડ ધારકોને લોક ડાઉન દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા ગરીબ કલ્યાણ પેકેજ રેશનકાર્ડ ધારકોને પ્રતિ કુટુંબ દીઠ રૂપિયા 1000 ડીબીટી દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના હેઠળ જિલ્લામાં કુલ 19536 કુટુંબોને રાંધણ ગેસના મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યાં

COVID -19 વેશ્વિક મહામારીના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા જાહેર કરેલા લોકડાઉનના કપરા સમયમાં ભારત સરકાર દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કુલ 38,651 કુટુંબોને ઘઉં, ચોખા, ચણા, ચણાદાળનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને પ્રવચનનું ઓનલાઈન પ્રસારણ તથા COVID -19 દરમિયાન અન્ન અને નાગરિક પુરવઠા અને આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની ફિલ્મ તેમજ સૂર્યોદય યોજનાની ફિલ્મનું નિદર્શન કરી મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.