આહ્વા સ્થિત મહાત્મા ગાંધી ઉદ્યાનથી સાંજે 5:00 વાગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતિ શ્વેતા શ્રીમાળીએ માર્ચપાસનું પ્રસ્થાન કરાવ્યું હતું. પોલીસ બેન્ડ સાથે દેશભક્તિ ગીતોની સુરાવલી વચ્ચે આહ્નાના મુખ્ય માર્ગેથી પસાર થતી માર્ચપાસ નવલું નજરાણું બની ગઇ હતી. માર્ચપાસમાં પોલીસ હોમગાર્ડઝ,સિક્યુરીટી ગાર્ડઝ, ફોરેસ્ટ બીટ ગાર્ડઝના જવાનો પણ જોડાયા હતા.
![A march was held at Ahawa to celebrate National Unity Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-02-ekta-vis-gj10029_31102019215807_3110f_1572539287_786.jpeg)
![A march was held at Ahawa to celebrate National Unity Day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-02-ekta-vis-gj10029_31102019215807_3110f_1572539287_107.jpeg)
જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક આર.ડી. કવા, આહવા પોલીસ સ્ટેશન મહિલા PSI મોદી સહિત સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સની વિઘાર્થીનીઓએ પણ જુસ્સાભેર માર્ચપાસમાં ભાગ લીધો હતો.