ETV Bharat / state

ડાંગ જિલ્લાના વન કર્મીઓની સંયુક્ત ટીમે ગેરકાયદે લાકડા ભરેલા 2 વાહનો જપ્ત કર્યાં - ડાંગ લોકલ ન્યુઝ

ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ઝાવડા વિસ્તારમાંથી ગેરકાયદે ઈમારતી લાકડાની તસ્કરી થતી હોવાની વન વિભાગને બાતમી મળી હતી. વન વિભાગની ટીમે બાતમીના આધારે ગેરકાયદે ઇમારતી લાકડાનો જથ્થો ભરેલી 2 ગાડીઓ જપ્ત કરી હતી. જેમાંથી કુલ 65 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

a-joint-team-of-forest-personnel-from-dang-district-seized-2-vehicles-loaded-with-illegal-timber
ડાંગ જિલ્લાના વન કર્મીઓની સંયુક્ત ટીમે ગેરકાયદેસર લાકડા ભરેલા 2 વાહનો કર્યા જપ્ત
author img

By

Published : Nov 5, 2020, 8:35 PM IST

  • ડાંગના દક્ષિણ વન વિભાગમાં વન કર્મીઓની કામગીરી
  • ગેરકાયદે લાકડા ભરેલા 2 વાહનો જપ્ત
  • 65,000નો મુદ્દામાલ જપ્ત

ડાંગઃ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં ઝાવડા વિસ્તારમાંથી ગેરકાયદે ઇમારતી લાકડાની તસ્કરી થતી હોવાની બાતમી ડાંગ દક્ષિણ વન વિભાગનાં DCF દિનેશ રબારીને મળી હતી. જે બાતમીનાં આધારે DCFએ બુધવારના રોજ ડાંગની વઘઇ, ચિચીનાગાવઠા અને નવતાડ નેશનલ પાર્ક રેન્જોને એલર્ટ કર્યા હતા અને સઘન પેટ્રોલિંગ અને વોચ રાખવાની સૂચનાઓ આપી હતી.

a-joint-team-of-forest-personnel-from-dang-district-seized-2-vehicles-loaded-with-illegal-timber
ડાંગ જિલ્લાના વન કર્મીઓની સંયુક્ત ટીમે ગેરકાયદેસર લાકડા ભરેલા 2 વાહનો કર્યા જપ્ત

વનકર્મીઓને બાતમીને આધારે સતત વોચ

DCFને મળેલી બાતમીના આધારે રાત્રીના સમયે ડાંગ દક્ષિણ વન વિભાગનાં વઘઇ રેન્જના RFO ડી.કે.રબારી, ચિચીનાગાવઠા રેન્જના RFO ગણેશ ભોયે સહિત નવતાડ રેન્જનાં વનકર્મીઓની ટીમે વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ઝાવડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

દક્ષિણ વન વિભાગમાં વન કર્મીઓની કામગીરી

આ દરમિયાન ઝાવડા વિસ્તારમાંથી એક કોલીસ ગાડી અને ટાટા સુમો ગાડી ઉપર વનકર્મીઓની ટીમને શંકા જતા આ બન્ને ગાડીઓને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઇવરે ગાડીને પુરપાટવેગે વઘઇ તરફ હંકારી મૂકી હતી. અહીં ઝાવડા વિસ્તારમાંથી RFO ડી.કે.રબારી અને ગણેશ ભોયેની ટીમે આ બન્ને ગાડીઓનો પીછો કર્યો હતો, ત્યારે આખરે ડ્રાઇવર કોલીસ અને ટાટા સુમોને વાંસદા નજીક ઉભી રાખી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. અહીં દક્ષિણ વન વિભાગના વનકર્મીઓની ટીમે કોલીસ ગાડી અને ટાટા સુમો ગાડીમાં તપાસ હાથ ધરતાં તેમાંથી ઇમારતી ચોરસા કુલ નંગ-12.જે.0.1373 ઘનમીટર જેની અંદાજીત કિંમત 65,000 આંકવામાં આવી રહી છે.

ડાંગ દક્ષિણ વન વિભાગ દ્વારા મુદ્દામાલ જપ્ત

હાલમાં દક્ષિણ વન વિભાગનાં વઘઇ અને ચિચીનાગાવઠા રેન્જનાં RFO ડી.કે.રબારી અને ગણેશ ભોયેએ કુલ 65,000ની કિંમતનાં ઇમારતી લાકડા તથા કોલીસ ગાડીની કિંમત 70,000 અને ટાટા સુમોની કિંમત 85,000 મળી કુલ 2,20,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.