ETV Bharat / state

આહવામાં 53 વર્ષીય આધેડનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, કુલ દર્દીઓની સંખ્યા 20 - ડાંગમાં કોરોના કેસ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજ રોજ બુધવારે એક 53 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ કુલ દર્દીઓની સંખ્યા 20 થઇ છે, જેમાંથી 9 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આહવા
આહવા
author img

By

Published : Jul 29, 2020, 7:12 PM IST

આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજ રોજ એક 53 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ડાંગમા વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ દર્દીઓની સંખ્યા 20 થઇ છે, જેમાંથી 9 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીમીગતીએ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ગત થોડા દિવસ અગાઉ વઘઇમાં એક સાથે એક જ પરિવારના 6 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આજે આહવાના પટેલ પાડામાં 53 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહના જણાવ્યા અનુસાર આહવાના 53 વર્ષીય દર્દી ગાંધીનગર ખાતે નોકરી કરે છે. જેઓ તારીખ 25 ના રોજ ગાંધીનગરથી પોતાના વતન પરત ફર્યા હતા. આ વ્યક્તિને શરદીના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સેમ્પલ લેવામા આવ્યું હતું.

જે રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આહવાના પટેલપાડા વિસ્તારને કન્ટેનમેટ અને બફરઝોન વિસ્તાર જાહેર કર્યો હતો. ડાંગ જિલ્લામાં આ સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 થઇ છે. જેમાંથી 11 દર્દીઓ સાજા થયા છે અને 9 દર્દીઓ હાલ આહવા સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.