ETV Bharat / state

ડાંગ કોરોના અપડેટ : 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા, 4 દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા - Danga corona update

ડાંગ જિલ્લામાં બુઘવારના રોજ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 4 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. આ સાથે હાલ રાજ્યમાં કુલ 44 કેસ એક્ટિવ છે.

ડાંગ કોરોના અપડેટ : 24 કલાકમાં નવા 7 કેસ નોંધાયા, 4 દર્દીઓ સ્વસ્થ થતા અપાઈ રજા

author img

By

Published : May 24, 2021, 7:24 PM IST

  • 7 પોઝિટિવ કેસ નોંધાયા
  • કુલ કેસની સંખ્યા 676
  • એક્ટિવ કેસની સંખ્યા 44

ડાંગ : જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, જિલ્લામાં કુલ 676 કેસો નોંધાયા છે. જે પૈકી 632 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 44 કેસ એક્ટિવ છે. ડાંગ જિલ્લામા સોમવારના રોજ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 4 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે હાલ ડાંગમાં કુલ 44 કેસ એક્ટિવ છે.

જિલ્લામાં 41 કન્ટેઇનમેન્ટ જ્યારે 70 બફરઝોન

ડાંગ જિલ્લામાં કુલ 41 કન્ટેઇનમેન્ટ ઝોન નિયત કરાયા છે. જેમા 106 ઘરોને આવરી લઈ 469 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 39 બફર ઝોન (એક્ટિવ)માં 254 ઘરોને સાંકળી લઈને 1054 લોકોને ક્વોરેન્ટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો બુધવારના રોજ સમગ્ર જિલ્લામાંથી 65 RT-PCR અને 93 એન્ટીજન ટેસ્ટ એમ કુલ મળીને 158 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ 49,792 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 49,051 નેગેટિવ આવ્યા છે.

જિલ્લામાં 35,189 લોકોએ વેક્સિન મેળવી

વેક્સિનેશનની વાત કરવામાં આવે તો જિલ્લામાં અત્યાર સુધીમાં 2104 હેલ્થ વર્કર્સ, 4928 ફ્રન્ટ લાઈન વોરિયર્સ, 45 વર્ષથી વધુના 28,157 લોકો મળીને કુલ 35,189 લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. કોરોનાને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 26 મોત નોંધાઈ ચૂક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.