- જિલ્લામાં 58 દર્દીને હોમ આઈસોલેશનમાં રખાયા છે
- જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 633 થઈ
- જિલ્લામાં 252 ઘરમાં 1,103 દર્દી ક્વોરન્ટાઈનમાં છે
ડાંગઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા હતા. જ્યારે 11 દર્દી સાજા થયા હતા. તો ડાંગમાં અત્યાર સુધી કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 25 થઈ છે. જિલ્લામાં અત્યારે 633 કેસ એક્ટિવ છે.
આ પણ વાંચોઃ મહીસાગર કોરોના અપડેટ - 76 નવા પોઝિટિવ કેસ, 210 દર્દીઓ ડિસ્ચાર્જ
જિલ્લામાં અત્યાર સુધી 567 લોકોએ કોરોનાને મ્હાત આપી
ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી. સી. ગામીતે આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં આ સાથે કુલ 633 કેસો નોંધાઈ ચૂક્યા છે, જે પૈકી 567 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 66 કેસો એક્ટિવ છે. એક્ટિવ કેસ પૈકી 6 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 2 દર્દી કોવિડ કેર સેન્ટર (સેવા ધામ) ખાતે અને 58 દર્દીઓને હોમ આઈસોલેશનમા રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,210 કેસ નોંધાયા, 14,483 લોકોએ કોરોનાને માત આપી
જિલ્લામાં 78 કન્ટેમમેન્ટ ઝોન, 1600 લોકો ક્વોરન્ટાઈન
કોરોનાને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 882 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10,176 દર્દી હોમ ક્વોરન્ટાઈનમાંથી બહાર આવ્યા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 78 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે, જેમાં 252 ઘરોને આવરી લઈ 1,103 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 70 બફર ઝોન (એક્ટિવ)માં 390 ઘરોને સાંકળી લઈ 1,600 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં રવિવારે 103 સેમ્પલ એકત્રિત કરાયાં
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો, છેલ્લા 24 કલાકમાં જિલ્લાભરમાંથી 15 RT-PCR અને 88 એન્ટિજન ટેસ્ટ મળી કુલ 103 સેમ્પલ એકત્રિત કરાયા છે. આ પૈકી 15 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં આજ દિન સુધી કુલ 48,527 સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાંથી 47,8790 નેગેટીવ રહ્યા છે.