- ડાંગમાં કોરોનાનો કહેર યથાવત્
- શનિવારે 3 લોકોના કોરોનાને કારણે મૃત્યુ
- લોકો સ્યભૂં લોકડાઉન પાળી રહ્યા છે
ડાંગ :રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બની કાળો કહેર વર્તાવી રહી છે. ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોનાનાં કેસોમાં વિસ્ફોટ થયો છે. હાલમાં ડાંગ જિલ્લામાં લોકો સ્વંયભુ લોકડાઉન પાળી રહયા છે. તેમ છતા કોરોના બેકાબુ બની ગયો છે.
જિલ્લામાં 8 નવા પોઝિટિવ કેસો નોંધાયા
ડાંગ જિલ્લામાં આજરોજ કુડકસનો 34 વર્ષીય યુવક,આહવાનો 46 વર્ષીય પુરૂષ, દરાપાડાનો 42 વર્ષીય પુરૂષ, સાપુતારાની 32 વર્ષીય યુવતી,સાપુતારાની 23 વર્ષીય યુવતી,કોશિમદાનો 46 વર્ષીય પુરૂષ, ચીંચલીની 68 વર્ષીય વૃધ્ધા, આહવાનો 65 વર્ષીય વૃધ્ધનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 313 પર પોહચ્યો છે.
આ પણ વાંચો : ડાંગ જિલ્લામાં વેન્ટિલેટર સુવિધા વધારવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન
3 વ્યક્તિઓનાં કોરોનાં નાં કારણે મોત
શનિવારે કોરોનાનાં પગલે 03 વ્યક્તિઓનાં મૃત્યુ થતા કુલ મૃત્યુ આંક 10 પર પોહચ્યો છે.જ્યારે 265 જેટલા દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. ડાંગ જિલ્લામાં હાલમાં 48 દર્દીઓ એક્ટિવ હોય સારવાર હેઠળ રખાયા છે.ડાંગ જિલ્લામાં ધીરેધીરે કોરોનાનો મૃત્યુ આંક વધતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.