ETV Bharat / state

Gujarat rain update: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત, વ્હાનવ્યવહાર માટે 2 માર્ગો બંધ - Rain in Dangs

ડાંગ જિલ્લામાં વરસાદ (rain) નું જોર ઘટ્યુ છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારામાં 1 અને આહવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઇમાં 22 mm અને સુબિરમાં માત્ર 17 mm વરસાદ નોંધાતા, નદીઓમાં પાણીના સ્તર ઉતર્યા છે. જિલ્લાના 7 જેટલા મુખ્ય કોઝવે ઉપરથી પાણી ઉતરી જતા જનજીવન રાબેતા મુજબ બન્યું છે. વઘઇ તાલુકાના બે માર્ગો સુપદહાડ-સૂર્યા બરડા, અને નાનાપાડા-કુમારબંધ માર્ગ હજુ પણ ઓવર ટોપિંગને કારણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.

Rain news
Rain news
author img

By

Published : Jul 28, 2021, 9:56 PM IST

  • આહવા- સાપુતારા નેશનલ હાઈવે પર રાત્રિના સમયે વૃક્ષ ધરાશાયી થઈ પડતા માર્ગ અવરોધાયો હતો
  • જિલ્લામાં 2 માર્ગો ઓવર ટોપિંગને કારણે વ્હાનવ્યવહાર બંધ
  • જિલ્લામાં બુધવારે વરસાદનું જોર ઘટ્યું, સરેરાશ 1 ઇંચ વરસાદ

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે મેઘમહેર યથાવત રહેતા સર્વત્ર પાણીની રમઝટ જોવા મળી હતી. જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, આહવા, બોરખલ, ગલકુંડ, લવચાલી, પીપલાઈદેવી, ચિંચલી, સુબિર, મહાલ, સિંગાણા સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બુધવારે પણ વરસાદી મહેરની ધબધબાટી યથાવત રહેતા આ વિસ્તારમાં આવેલા નદી, નાળા, કોતરડા અને વહેળાઓ પાણીની આવક સાથે વહેતા થયા હતા.

જિલ્લામાં વરસાદી વાતાવરણ ખીલી ઉઠ્યું

જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદી મહેર યથાવત રહેતા પ્રવાસન સ્થળોમાં ગિરિમથક સાપુતારા, વઘઇનો ગીરાધોધ, ગિરમાળનો ગીરા ધોધ અને ડોન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યનાં સરતાજની સાથે ખીલી ઉઠ્યા હતા.

વરસાદને કારણે વઘઇનાં 2 માર્ગો અવરોધાયા

જિલ્લામાં છઠ્ઠા દિવસે નોંધાયેલા વરસાદ (rain) ને કારણે જિલ્લાનાં વઘઇ તાલુકાના બે અને આહવા તાલુકાનો એક માર્ગ ઓવર ટોપિંગ (Over topping) થવાને કારણે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (1) સુપદહાડ-સૂર્યા બરડા, (2) નાનાપાડા-કુમારબંધ માર્ગ (3) સતી વાંગણ માર્ગ પર બુધવારે સવારે 8 વાગ્યાની સ્થિતિએ વરસાદી પાણી ફરી વળવાને કારણે અવરોધાયા છે. જેમાં આહવા તાલુકાનો સતી વાંગણ કોઝવે ભારે વરસાદમાં સતત ગરક થઈ જતા આ ગામનાં લોકોને ભારે હાલાકી વેઠવાની નોબતો ઉઠી છે. હાલમાં આ માર્ગેથી આવનજાવન કરતા વાહનચાલકો તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.

આહવા- સાપુતારા માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ અવરોધાયો

આ ઉપરાંત જિલ્લામાં વરસાદને કારણે ગત રોજ રાત્રિના સમયે આહવા-સાપુતારા નેશનલ હાઈવે ઉપર ઘાટ માર્ગમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા આ માર્ગ થોડા સમય માટે અવરોધાયો હતો. જેને વરસતા વરસાદમાં વન વિભાગની ટિમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હટાવી દેતા યાતાયાત ફરી થયો હતો એમ ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું છે.

આ પણ વાંચો: Gujarat rain update: વલસાડમાં સીઝનના કુલ વરસાદ સામે 15 ટકા, દમણમાં 8 ટકા ઓછો વરસાદ નોંધાયો

ભારે વરસાદને કારણે 2 પશુઓના મુત્યુની ઘટનાં

માર્ગ અવરોધાવાના બનાવો ઉપરાંત જિલ્લાના આહવા તાલુકાના પીંપરી ગામે પશુપાલક ધર્મેન્દ્ર મનોજભાઈ પવારની માલિકીની એક ભેંસ ઉપર પણ ઝાડ તૂટી પડવાથી મૃત્યુ નોંધાયુ છે. જ્યારે નિલશાકયા ગામના પશુપાલક નટુભાઈ શુકરભાઈ પવારની માલિકીનાં એક ત્રણ વર્ષિય વાછરડા ઉપર આકાશી વીજ પડવાથી તેનુ પણ મૃત્યુ પશુપાલન કચેરીનાં ચોપડે નોંધાયું છે એમ મદદનીશ પશુપાલન નિયામકશ ડો. હર્ષદ ઠાકરે જણાવ્યું છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે નદીઓ ઓવરફ્લો

વઘઇ પંથકમાં 29 mm અર્થાત 1.16 ઈંચ જેટલો નોંધાયો

જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 6 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 16 mm, સુબિર પંથકમાં 17 mm, આહવા પંથકમાં 1.12 ઈંચ, જ્યારે વઘઇ પંથકમાં 29 mm અર્થાત 1.16 ઈંચ જેટલો નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.