ETV Bharat / state

ડાંગના 311 ગામોમાં 335 મતદાન મથક, 1,74,067 મતદારો કરશે મતદાન - valsad

ડાંગ: આગામી 23મી એપ્રિલના મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણી-2019ના ત્રીજા ચરણનું મતદાન થવા જઇ રહ્યું છે. તે સાથે ગુજરાતની તમામ 26 બેઠકો માટે પણ મતદાન યોજાશે.

ડાંગમાં 1,74,067 મતદારો કરશે મતદાન
author img

By

Published : Apr 21, 2019, 8:56 PM IST

લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી દિવસોમાં યોજાવવાનું છે. જેના ભાગરૂપે 26-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ, 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાન વિભાગમાં નોંધાયેલા 87,379 પુરૂષ મતદારો, 86,667 સ્ત્રી મતદારો, તથા 2 અન્ય મતદારો મળી જિલ્લામાં કુલ 1,74,067 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 335 મતદાન મથકો ઉપર આ મતદારો મતદાન થશે.

ડાંગ
ડાંગમાં 1,74,067 મતદારો કરશે મતદાન

જિલ્લામાં નોંધાયેલા મતદારો પૈકી 1,74,040 એટલે કે કુલ મતદારોના 99.99 ટકા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે. જયારે 27 મતદારો એટલે કે 0.01 ટકા મતદારોને મતદાર ઓળખકાર્ડ યેન કેન પ્રકારે આપી શકાયા નથી. તેઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય માન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે મતદાન કરી શકે તેવી સૂચનાઓ પણ ચૂંટણી પ્રશાસને જારી કરી છે.

ડાંગ જિલ્લામાં 1 થી 500 મતદારો ધરાવતા 171 મતદાન મથકો આવેલા છે. જ્યારે 501 થી 1000 મતદારો ધરાવતા 154, અને 1001 થી 1200 મતદારોની સંખ્યા ધરાવતા 10 મતદાન મથકો મળી કુલ 335 મતદાન મથકો કાર્યરત કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં 1200 થી વધુ મતદારો ધરાવતુ એક પણ મતદાન મથક નથી.

Slug :- ડાંગ જિલ્લાના 311 ગામોમાં 335 મતદાન મથકો ઉપર 1,74,067 મતદારો કરશે મતદાન 

Location :- આહવા, ડાંગ

આહવા :- લોકશાહીનું સૌથી મોટુ પર્વ, એટલે ચૂંટણી. લોકશાહી શાસન પ્રણાલીમાં દેશના એકેએક મતદારોના મતથી બનતી સરકાર દેશને સુશાસન અને સલામતી આપવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે દેશના મતદારો તેમના મતની તાકાતને સમજીને, કોઇપણ જાતના ભય વિના નિર્ભિકપણે ગુપ્ત, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરીને તેનું યોગદાન આપે તે આવશ્યક છે.

આગામી 23મી એપ્રિલના મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણી-2019ના ત્રીજા ચરણનું મતદાન થવા જઇ રહ્યું છે. તે સાથે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો માટે પણ મતદાન યોજાશે. જેના ભાગરૂપે 26-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ, 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાન વિભાગમાં નોંધાયેલા 87,379 પુરૂષ મતદારો, 86,667 સ્ત્રી મતદારો, તથા 2 અન્ય મતદારો મળી જિલ્લામાં કુલ 1 લાખ, 74 હજાર, 067 મતદારો તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 335 મતદાન મથકો ઉપર આ મતદારો મતદાન કરશે. 

જિલ્લામાં નોંધાયેલા મતદારો પૈકી 1 લાખ, 74 હજાર, 040 એટલે કે કુલ મતદારોના 99.99 ટકા મતદારોને ફોટા સાથેના મતદાર ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે. જયારે 27 મતદારો એટલે કે 0.01 ટકા મતદારોને મતદાર ઓળખકાર્ડ યેનકેન પ્રકારે આપી શકાયા નથી. તેઓ ચૂંટણી પંચના દિશાનિર્દેશ અનુસાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અન્ય માન્ય દસ્તાવેજી પુરાવાઓના આધારે મતદાન કરી શકે તેવી સૂચનાઓ પણ ચૂંટણી પ્રશાસને જારી કરી છે.

ડાંગ જિલ્લામાં 1 થી 500 મતદારો ધરાવતા 171 મતદાન મથકો આવેલા છે. જ્યારે 501 થી 1000 મતદારો ધરાવતા 154, અને 1001 થી 1200 મતદારોની સંખ્યા ધરાવતા 10 મતદાન મથકો મળી કુલ 335 મતદાન મથકો કાર્યરત કરાયા છે. ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામાં 1200 થી વધુ મતદારો ધરાવતુ એક પણ મતદાન મથક નથી.

ડાંગ જિલ્લાની સમગ્ર ચંૂટણી પ્રક્રિયા કોઇપણ જાતની રૂકાવટ વિના પાર પડે તે માટે પ્રશાસને જરૂરી કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, વીવીપેટ સહિતની આનુષાંગિક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપીને સમગ્ર કામગીરી ક્ષતિરહિત થાય તે માટે પણ સજ્જ કરાયા છે. તો ચૂંટણી સંલગ્ન જુદી જુદી કામગીરી માટેના નૉડલ ઓફિસરો સહિત ઝોનલ ઓફિસરો, પિ્રસાઇડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો સહિત તકનિકિ બાબતોના તજજ્ઞોની પુરી ફૌજ લોકશાહીના આ પર્વને નિર્વિધ્ને પાર પાડવા માટે સુસજ્જ થઇ ગઇ છે.

આહવાની સરકારી કોલેજ ખાતે તૈયાર કરાયેલા ડીસ્પેચ ઍન્ડ રીસિવિંગ સેન્ટર ખાતેથી લોકશાહી શાસન પ્રણાલીના આ પ્રહરીઓ તેમને ફાળવવામાં આવેલા મતદાન મથકો તરફ જરૂરી સાધનસામગ્રી સાથે મતદાનના આગલા દિવસે પ્રયાણ કરશે. જેઓ તેમના નિયત મતદાન મથકો ખાતે પહોંચી ચૂંટણી પૂર્વેની નિયત કામગીરી આટોપી, મતદાનના દિવસે મતદારોને મતદાન માટે કોઇપણ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થાઓ ગોઠવી, સમગ્ર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી, તેમની મતપેટીઓ સહિતની સાધન સામગ્રી પ્રશાસને ગોઠવેલી વ્યવસ્થા મુજબ પરત જમા કરાવશે.

Photo file
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.