ETV Bharat / state

ડાંગ પેટા ચૂંટણી: 173 વિધાનસભા બેઠક પર ભાજપ -કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં - કોંગ્રેસ

ડાંગ જિલ્લાની 173 વિધાનસભા બેઠક માટે મેદાને ઉતરનાર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષનાં ઉમેદવાર મુખ્ય પક્ષનાં ઉમેદવારોને કેટલું નુકસાન પહોંચાડશે એ તો પરિણામ જ બતાવશે. જોકે દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ડાંગ પેટા ચૂંટણી : 173 બેઠક ઉપર ભાજપ -કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં

author img

By

Published : Oct 20, 2020, 2:09 PM IST

Updated : Oct 20, 2020, 2:52 PM IST

  • 173 ડાંગ વિધાનસભા બેઠક આદિવાસી બેઠક તરીકે અનામત છે
  • ભાજપ-કોંગ્રેસ સહિત કુલ 9 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં
  • બીટીપી 1 અને 6 અપક્ષ ઉમેદવારો લડશે પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી

ડાંગઃ ડાંગ જિલ્લાની 173 વિધાનસભાની બેઠક આદિવાસી બેઠક તરિકે અનામત છે. 19 ઓકટોબરે ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. હવે આ બેઠક ઉપર ઉમેદવારી કરનાર કુલ હરીફ ઉમેદવારોનો આંકડો સામે આવ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ સહિત કુલ 9 પક્ષનાં ઉમેદવારો મેદાનમાં છે.

1961ના ચૂંટણી સંચાલન અંગેના નિયમોના નિયમ -10(1) મુજબ ડાંગ 173 વિધાનસભાની આદિવાસી બેઠક ઉપરના હરીફ ઉમેદવારોની યાદી.

1. વિજયભાઈ પટેલ - ભાજપ
2. સૂર્યકાન્ત ગાવીત - કોંગ્રેસ
3. ગામીત બાપુભાઈ - ભારતીય ટ્રાઇબલ પાર્ટી
4. ગામીત જિતેન્દ્રભાઈ -અપક્ષ
5. દિનેશભાઇ હાડળ - અપક્ષ
6. ચિરાગકુમાર પટેલ - અપક્ષ
7. મનુભાઈ ભોયે - અપક્ષ
8. યોગેશભાઈ ભોયે - અપક્ષ
9. મુકેશભાઈ વાડેકર - અપક્ષ

  • બેઠકનો આ છે રાજકીય ઇતિહાસ

    ગુજરાત વિધાનસભાની 173 ડાંગ આદિવાસી બેઠક 2007 થી અસ્તિત્વમાં આવી આ પહેલાં 1975થી આ બેઠક ડાંગ- વાંસદા બેઠક તરીકે જાણીતી હતી. આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જ્યારે ફક્ત એકવાર ભાજપ આ બેઠક ઉપર સફળ રહ્યો છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા મંગળભાઈ ગાવીતે પોતાનું રાજીનામું આપ્યાં બાદ આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પોતાના રાજીનામાં બાદ મંગળ ગાવીતે પક્ષપલટો કરી કેસરિયો ધારણ કરી લીધો છે. આ સાથે જ બન્ને પાર્ટીઓ મેદાનમાં છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મુખ્ય પક્ષના ઉમેદવારો ઉપર અન્ય પાર્ટી અને અપક્ષનાં ઉમેદવારો પર કેટલાં ભારે પડે છે.

Last Updated : Oct 20, 2020, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.