ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત - Corona Total Cases in Dang

ડાંગ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સોમવારે જિલ્લામાં કુલ 16 નવા કેસ નોંધાયા છે. જેથી કોરોનાના કુલ કેસની સંખ્યા 418 થઈ છે. જ્યારે કોરોનાના પગલે 01 વ્યક્તિનું મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆક 17 થયો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા

author img

By

Published : Apr 26, 2021, 10:30 PM IST

  • જિલ્લામાં સોમવારે 16 પોઝિટિવ કેસ નોંધાયા
  • કુલ કેસ 418 જેમાંથી એક્ટિવ કેસ 89
  • 1 વ્યક્તિનું કોરોનાથી મોત, 4 દર્દીઓને રજા અપાઈ

ડાંગઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડાંગ જિલ્લા રોગચાળા નીયંત્રણ અધિકારી ડૉ. ડી.સી ગામીતનાં જણાવ્યાં અનુસાર આજે સોમવારે ડાંગ જિલ્લામાં 16 કેસ નોંધાયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

ક્યા વિસ્તારમાંથી નવા કેસ નોંધાયા

નવા આવેલા કેસમાં જામલાપાડાનો 39 વર્ષીય પુરૂષ, ગાઢવીનો 20 વર્ષીય યુવાન, ગાઢવીનો 54 વર્ષીય પુરૂષ, હનવતચોંડનો 4 વર્ષીય બાળક, હનવતચોંડનો 60 વર્ષીય વૃદ્ધ અને વૃદ્ધા, ઝાવડાની 17 વર્ષીય યુવતી, વાંઝટઆંબાનો 27 વર્ષીય યુવક, જામલાપાડાનો 29 વર્ષીય યુવક, કુડકસનો 38 વર્ષીય પુરૂષ, વઘઇનો 22 વર્ષીય યુવાન, સેન્દ્રીઆંબાનો 33 વર્ષીય યુવાન, નાંદનપેડાની 38 વર્ષીય મહિલા, આહવાનો 31 વર્ષીય યુવાન, વિહીરઆંબાનો 29 વર્ષીય યુવાનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય તંત્ર દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાના 10 નવા કેસ નોંધાયા, 4 દર્દીઓને રજા આપવામાં આવી

કોરોનાના કારણે આધેડનું મોત

આજે સોમવારે પીપલાઈદેવીના 56 વર્ષીય પુરુષનું કોરોનાના કારણે મોત નિપજતા જિલ્લામાં કુલ મરણઆંક 17 પર પોહચ્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આંકડો 418 પર પોહચ્યો છે. જેમાંથી 329 દર્દીઓ સાજા થયા છે. જ્યારે આજની તારીખે 89 જેટલા એક્ટિવ કેસ હોય સારવાર હેઠળ રખાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.