ETV Bharat / state

વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા મુસાફરોને આપવામાં આવી બિરિયાની - Gujarat

વાપી : મુંબઈમાં અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાપી રેલવે સ્ટેશને મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી છે. તેથી બેથી ત્રણ ટ્રેનને રદ પણ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરી દેતા રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને મદદરૂપ થવા વાપીની જમીયત ઉલેમાં એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થાએ 100 કિલો વેજ બિરિયાની, પાણીના પાઉચ આપી મુસાફરોને મદદરૂપ બન્યા હતા.

વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા મુસાફરોને આપવામાં આવી બિરિયાની
author img

By

Published : Jul 2, 2019, 6:18 PM IST

વાપીના રેલ્વે સ્ટેશન પર 2જૂનના રોજ એક સંસ્થાની અનોખી મદદ જોવા મળી હતી. વાપીમાં જમિયત ઉલેમાં એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેમના સાથી મિત્રોએ વાપી રેલવે સ્ટેશન પર ટ્રેન રદ્દ થયા બાદ જે મુસાફરો ફસાયા હતા તેમને 100 કિલો વેજ બિરિયાની, પાણીના પાઉચ વેંચી મુસાફરોને મદદ કરી હતી.

વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા મુસાફરોને આપવામાં આવી બિરિયાની

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલા ભારે વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવેમાં જતા મુસાફરો વાપી રેલવે સ્ટેશને અટવાયા હતા. વાપી રેલવે સ્ટેશનથી મુંબઈ અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનો એક બે કલાક મોડી ચાલી રહી હતી તો કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરવામાં આવ્યું હતું.વાપી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ પ્રદીપ અહિરે અને વાપી રેલવે સ્ટેશન મેનેજર સહિત પોલીસ વિભાગના ધ્યાનમાં આવતા તેઓએ વાપીની વિવિધ સંસ્થાઓની મદદ માંગી હતી. આ મદદને અનુસંધાને વાપીમાં છેલ્લા 33 વર્ષથી બિનવારસી લાશોની દફનવિધિ અને અગ્નિસંસ્કાર કરતી સંસ્થાના ઇન્તેખાબઇન ખાને અને સંસ્થાના સભ્યોએ આગળ આવી મદદનો હાથ લંબાવ્યો હતો.

જમિયત ઉલેમા એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થા દ્વારા 100 કિલો જેટલી વેજ બીરયાની બનાવી આ તમામ બીરયાની થકી વાપી રેલવે સ્ટેશનના એક હજાર મુસાફરોની ભૂખ સંતોષી હતી. સંસ્થાએ જમવા માટે વેજ બિરિયાની તો પીવા માટે પાણીના પાઉચ સહિત અન્ય જરૂરી સુવિધાઓ પણ મુસાફરોને પૂરી પાડી હતી. સંસ્થાની આ કામગીરીથી મુસાફરો પણ ખુશખુશાલ બન્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશન તરફથી તેમને અટવાયેલા મુસાફરો માટે ખાવા-પીવાની જરૂરી મદદ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના સભ્યો દ્વારા ફુડ પેકેટ તૈયાર કરી વાપી રેલવે સ્ટેશન પર તમામ મુસાફરોને આપવામાં આવ્યા હતા. તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું કે, જ્યારે પણ લોકો મુસીબતમાં મુકાય છે. ત્યારે, મદદનો હાથ લંબાવવાને બદલે કેન્ટીન પર ખાણીપીણીની ચીજ વસ્તુ વેચતા વેપારીઓ ખાણી પીણીનો ભાવ ડબલ કરી નાખે છે. અને મુસાફરોને લૂંટે છે. ત્યારે, મારી દરેક સમાજના લોકોને અપીલ છે કે, આવા સમયે લોકોને મદદરૂપ થવું અને તેમને જરૂરી રાહત-સામગ્રી આપવી એ જ આપણો સાચો ધર્મ છે. દરેકે આ ધર્મ નિભાવવો જોઈએ.

વાપી રેલ્વે સ્ટેશન પર સંસ્થાની આ અદ્ભુત કામગીરી જોઈને વાપી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રદીપ અહિરેએ સંસ્થાનો આભાર માન્યો હતો. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, રેલ્વે સમક્ષ જ્યારે આ વિકટ પરિસ્થિતિ આવી ત્યારે, તેમણે વાપીની વિવિધ NGO સંસ્થાને મદદ કરવા માટે અપીલ કરી હતી. તે અપીલ થકી વાપીની વિવિધ સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો હતો. જે માટે રેલવે વિભાગ આ તમામનો ખૂબ જ આભાર માને છે.
વધુ વરસાદ હોવાને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મુસાફરો ફસાયા હતા. જે મુસાફરોને કોઈપણ વધુ તકલીફ ના પડે તે માટે રેલ્વે તંત્ર તરફથી જરૂરી મદદ આપવામાં આવી હતી. પરંતુ મુસાફરોનું પ્રમાણ ખૂબ જ વધુ હતો રેલવેએ સંસ્થાને અનુરોધ કર્યો હતો. હાલમાં જે મદદ ખૂબ મળી છે તે, ખૂબ જ સંતોષજનક રીતે મળી છે. તો, અત્યારે ટ્રેન વ્યવહાર શરૂ થયો છે. કેટલીક ટ્રેન એક બે કલાક મોદી જરૂર ચાલી રહી છે. પરંતુ,વાપી રેલવે સ્ટેશને કોઈ યાત્રીઓ ફસાયા નથી. અમે પણ ગેરંટી લીધી છે કે, દરેક મુસાફરને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચાડીશું.

ઉલ્લેખનીય છે કે, વાપી રેલ્વે સ્ટેશન જમિયત ઉલેમા એ હિન્દ વાપી સંસ્થા દ્વારા 100 કિલો વેજ બીરિયાની, પાણીના પાઉચ, ટીસ્યુ પેપર અને ચમચી સહિતની સગવડ મુસાફરો માટે પૂરી પાડી હતી. અંદાજિત 1000 જેટલા મુસાફરોને બિરયાનીના પેકેટ આપી સંસ્થાએ મદદ કરી હતી.

Intro:વાપી :- મુંબઈમાં અને ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાપી રેલવે સ્ટેશને મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી છે. તો બે ત્રણ ટ્રેનને રદ્દ અને કેટલીક ટ્રેનને ડાયવર્ટ કરી દેતા રેલવે સ્ટેશને ફસાયેલા મુસાફરોને મદદરૂપ થવા વાપીની જમીયત ઉલેમાં એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થાએ 100 કિલો વેજ બીરિયાની, પાણીના પાઉચ આપી મુસાફરોની આંતરડી ઠારી હતી

Body:વાપીનાં રેલ્વે સ્ટેશન પર મંગળવારે એક સંસ્થાની અનોખી મદદના દર્શન થયા હતા. વાપીમાં જમિયત ઉલેમાં એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાન અને તેમના સાથી મિત્રોએ વાપી રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોતા મુસફરોને 100 કિલો વેજ બિરિયાની, પાણીના પાઉચ વેંચી મુસાફરોની આંતરડી ઠારી હતી.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડેલા ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને માઠી અસર પહોંચી છે. રેલવેમાં જતા મુસાફરો વાપી રેલવે સ્ટેશને અટવાયા હતા. વાપી રેલવે સ્ટેશનથી મુંબઈ અમદાવાદ તરફથી જતી તમામ ટ્રેનો એક બે કલાક મોડી ચાલી રહી હોય, કેટલીક ટ્રેનોને ડાઈવર્ટ કરી હોય રેલ્વે સ્ટેશન પર મુસાફરોનો જમાવડો જામ્યો હતો. આ જમાવડો વાપી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ પ્રદીપ અહિરે અને વાપી રેલવે સ્ટેશન મેનેજર સહિત પોલીસ વિભાગના ધ્યાનમાં આવતા તેઓએ વાપીની વિવિધ સંસ્થાઓની મદદ માંગી હતી. આ મદદને અનુસંધાને વાપીમાં છેલ્લા 33 વર્ષથી બિનવારસી લાશોની દફનવિધિ અને અગ્નિસંસ્કાર કરતી સંસ્થાના ઇન્તેખાબઇન ખાને અને સંસ્થાના સભ્યોએ આગળ આવી મદદનો હાથ લંબાવ્યો
હતો.

મંગળવારે જમિયત ઉલેમા એ હિન્દ વાપી અને વાપી વેલ્ફેર સંસ્થા દ્વારા 100 કિલો જેટલી વેજ બિરયાની બનાવી આ તમામ બિરયાની થકી વાપી રેલવે સ્ટેશનના એક હજાર મુસાફરોની ભૂખ સંતોષી હતી. સંસ્થાએ જમવા માટે વેજ બિરયાની પીવા માટે પાણીના પાઉચ સહિત અન્ય જરૂરી સુવિધાઓ પણ મુસાફરોને પૂરી પાડી હતી. સંસ્થાની આ કામગીરીથી મુસાફરો પણ ખુશખુશાલ બન્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશન તરફથી તેમને અટવાયેલા મુસાફરો માટે ખાવા-પીવાની જરૂરી મદદ કરવા માટે જણાવતા. આ અંગે સંસ્થાના સભ્યો દ્વારા ફુડ પેકેટ તૈયાર કરી વાપી રેલવે સ્ટેશને તમામ મુસાફરોને વહેંચ્યા હતા. તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું કે, જ્યારે પણ લોકો મુસીબતમાં મુકાય છે. ત્યારે, મદદનો હાથ લંબાવવાને બદલે કેન્ટીન પર ખાણીપીણીની ચીજ વસ્તુ વેચતા વેપારીઓ ખાણી પીણીનો ભાવ ડબલ કરી નાખે છે. અને મુસાફરોને લૂંટે છે. ત્યારે, મારી દરેક સમાજના લોકોને અપીલ છે. કે, આવા સમયે લોકોને મદદરૂપ થવું અને તેમને જરૂરી રાહત-સામગ્રી આપવી એ જ આપણો સાચો ધર્મ છે. દરેકે આ ધર્મ નિભાવવો જોઈએ.

વાપી રેલ્વે સ્ટેશન પર સંસ્થાની આ અદ્ભુત કામગીરી જોઈને વાપી રેલવે સ્ટેશનના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રદીપ અહિરેએ સંસ્થાનો આભાર માનતા જણાવ્યું હતું કે, રેલ્વે સમક્ષ જ્યારે આ વિકટ પરિસ્થિતિ આવી. ત્યારે, તેમણે વાપીની વિવિધ NGO સંસ્થાને મદદ કરવા માટે અપીલ કરી હતી. અને તે અપીલ થકી વાપીની વિવિધ સંસ્થાઓએ મદદનો હાથ લંબાવ્યો છે. જે માટે રેલવે વિભાગ આ તમામ નો ખૂબ જ આભાર માને છે. વધુ વરસાદ હોવાને કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે. જેના કારણે રેલવે સ્ટેશન પર મુસાફરો ફસાયા હતા. જે મુસાફરોને કોઈપણ વધુ તકલીફ ના પડે તે માટે રેલ્વે તંત્ર તરફથી જરૂરી મદદ આપવામાં આવી હતી. પરંતુ મુસાફરોનું પ્રમાણ ખૂબ જ વધુ હોય રેલવેએ સંસ્થાને અનુરોધ કર્યો હતો. હાલમાં જે મદદ ખૂબ મળી છે તે, ખૂબ જ સંતોષજનક રીતે મળી છે. તો, અત્યારે ટ્રેન વ્યવહાર શરૂ થયો છે. કેટલીક ટ્રેન એક બે કલાક મોદી જરૂર ચાલી રહી છે. પરંતુ, વાપી રેલવે સ્ટેશને કોઈ યાત્રીઓ ફસાયા નથી. અમે પણ ગેરંટી લીધી છે કે, દરેક મુસાફરને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચાડીશું.

Conclusion:ઉલ્લેખનીય છે કે, વાપી રેલ્વે સ્ટેશન જમિયત ઉલેમા એ હિન્દ વાપી સંસ્થા દ્વારા 100 કિલો વેજ બીરિયાની, પાણીના પાઉચ, ટીસ્યુ પેપર અને ચમચી સહિતની સગવડ મુસાફરો માટે પૂરી પાડી હતી. અંદાજિત ૧૦૦૦ જેટલા મુસાફરોને બિરયાનીના પેકેટ આપી સંસ્થાએ તેમની આંતરડી ઠારી હતી.

bite :- ઇન્તેખાબ ખાન, પ્રમુખ, જમીયત ઉલેમા એ હિન્દ વાપી

bite :- પ્રદીપ અહિરે, ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ, વાપી રેલવે સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.