ETV Bharat / state

ઉમરગામના સોળસુંબા ગામમાં લાગશે એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન - valsad news

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામના સરપંચ-સભ્યોએ કોરોના વાઇરસને નાથવા ગામમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લીધો છે. આગામી 16મે રવિવારથી 23મે રવિવાર સુધી એક સપ્તાહનું લોકડાઉન લગાડવાના નિર્ણય અંગે ગામના સરપંચ અમિત પટેલે વિગતો આપી હતી.

ઉમરગામના સોળસુંબા ગામમાં લાગશે એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન

author img

By

Published : May 14, 2021, 12:16 PM IST

  • ઉમરગામના સોળસુંબા ગામમાં અઠવાડિક લોકડાઉન
  • કોરોના સંક્રમણના વધતા કેસ બાદ લેવાયો નિર્ણય
  • સરપંચના લોકડાઉનના નિર્ણયને ગામલોકોએ વધાવ્યો

દમણઃ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે ગામને લોકડાઉન કરવા ઉમરગામનું સોળસુંબા ગામ આગળ આવ્યું છે. સોશિયલ મીડિયામાં લોકડાઉન અંગે ગામના સરપંચે આજીજી કર્યા બાદ ગામલોકોનો સહયોગ મળતા 13મેના સરપચ અમિત પટેલે અન્ય ગામના સરપંચો સાથે બેઠક કરી આગામી 16મેથી 23મે સુધી ગામમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવાનો નિર્ણય લીધો છે.

ઉમરગામના સોળસુંબા ગામમાં લાગશે એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન

આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને ફેલાતું રોકવા સણોસરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકર્યું

ઉમરગામ તાલુકામાં સૌથી વધુ કેસ સોળસુંબા ગામ અને આસપાસના વિસ્તારમાં નોંધાયા છે

આ અંગે ગામના સરપંચ અમિત પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાને રાખી તાલુકાના તમામ ગામના સરપંચોની મળેલી મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તારીખ 16-05-2021થી 23-05-2021 સુધી સોળસુંબા ગામને સંપુર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ કેસ સોળસુંબા ગામ અને આસપાસના વિસ્તારમાં નોંધાયા છે.

લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે

આ નિર્ણય અંતર્ગત એક સપ્તાહ સુધી કોઈપણ દુકાનો કે લારી ગલ્લાઓ ચાલુ રાખી શકાશે નહી. તમામ ગ્રામજનોને અગત્યના કારણો સિવાય ઘરની બહાર ન નિકળવા સૌને વિનંતી કરવામાં આવે છે. જેમાં દુધની દુકાનો સવારે 6થી 9 સુધી ચાલુ રાખી શકાશે, દવાખાના અને મેડીકલ સ્ટોર એમના સમય મુજબ ચાલુ રહેશે, કંપનીઓ, ઇનહાઉસ (કંપનીની અંદર વસવાટ કરતાં કોઈ પણ કર્મચારી / માલીક દ્વારા ) કાર્યરત રહેશે.

કંપનીઓમાં અવરજવર પર 5000નો દંડ વસૂલાશે

કોઈપણ વ્યક્તિ ગામમાં અથવા બહાર કંપનીમાં જઇ શકશે નહી અને જો કંપનીમાં જતાં કોઈ જણાશે તો 5000 રૂપિયા દંડ જે તે કંપની સંચાલક પાસેથી વસુલવામાં આવશે. મેડીકલ ઈમરજન્સીના કિસ્સામાં અવર-જવર કરી શકાશે. જે માટે કોઈ પાસ કે પરમીશન લેવાની રહેશે નહી. કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજીક સંમેલનો યોજી શકાશે નહી. લગ્ન પ્રસંગના કિસ્સામાં ઓનલાઇન પોર્ટલથી મંજુરી મેળવી સાદગીથી પ્રસંગ યોજવાનો રહેશે.

બહારગામથી આવતા પ્રવાસીઓનો RT-PCR રિપોર્ટ ફરજિયાત જોઇશે

બહારગામથી આવતા પ્રવાસીઓએ સાથે RT-PCR ટેસ્ટનું રીઝલ્ટ લાવવાનું રહેશે. બેન્ક તથા અન્ય તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે, પ્રવાસ અંગેના કિસ્સામાં ટ્રેનમાં પ્રવાસ કરનારને અવર-જવર પર પ્રતિબંધ રહેશે નહી. જ્યારે આ એક સપ્તાહના લોકડાઉન દરમિયાન કોઈપણ દુકાન, લારીગલ્લા, પાથરણા, માંસ-મટનની દુકાનો તેમજ મચ્છીબજાર સંપુર્ણ બંધ રહેશે. જો તેમાં લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરતા જણાશે, તો તેની સામે 2000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે.

આ પણ વાંચોઃ બારડોલી અને મહુવામાં આ અઠવાડિયે પણ ચાલુ રહેશે વિકેન્ડ લોકડાઉન

સરપંચે લોકડાઉન બાબતે સોશિયલ મીડિયામાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, સોળસુંબા ગામના સરપંચ અમિતકુમાર મણિલાલ પટેલે અચાનક સોશિયલ મિડીયા પર લોકડાઉન બાબતે પોતાની આજીજી ભરી જાહેરાત સાથે વેદના રજૂ કરી હતી. જેમાં એમને ચારેકોરથી 10 દિવસના લોકડાઉન લાદવાનું સર્મથન ઉમરગામ તાલુકાના ભાજપી સરપંચોએ આપ્યું હતું. ગામલોકોએ પણ સંપૂર્ણ સહકાર આપવા હામી ભણી હતી. જે બાદ આ નિર્ણય લેવાતા સોળસુંબા ગામ વલસાડ જિલ્લામાં સૌપ્રથમ લોકડાઉન લગાડનાર ગામ બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.