ETV Bharat / state

ઉમરગામ GIDCને નહીં મળે પાણી, પાઈપલાઈનમાં ભંગાણ - gujarati news

દમણઃ જિલ્લાના ઉમરગામ GIDCને પાણી પૂરું પાડતી વારોલી નદીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ત્યાં તળાવ ઊંડા કરવાની કામગીરી દરમ્યાન પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ઉમરગામ એસોસિએશન દ્વારા કોન્ટ્રાક્ટરને નોટીસ બજાવી રિપેરિંગ કામગીરી હાથ ધરી છે.

ઉમરગામ GIDCને નહીં મળે પાણી, પાઈપલાઈનમાં ભંગાણ
author img

By

Published : May 17, 2019, 2:47 PM IST

એક તરફ ઉનાળામાં પાણીની બુમરાણ મચી છે. ત્યારે, ઉમરગામ GIDCની વારોલી નદીમાંથી આવતી પાણીની પાઇપલાઇનને તોડી નાખતા લાખો લીટર પાણીની વ્યય થયો છે. આ અંગે મળતી વિગત મુજબ, વારોલી નદીથી ઉમરગામ GIDCના ઉદ્યોગો માટે પાણીની પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

હાલમાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ વારોલી નદીને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. તે દરમ્યાન તળાવ ઊંડા કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની મુખ્ય પાઇપલાઇન પર JCB ચલાવી દેતા પાઈપલાઈનમાં પાણીના ફુવારા વછૂટ્યા હતા. આ પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી ઊંડા કરેલા ખાડામાં વહી નીકળ્યું હતું.

ઉમરગામ GIDCને નહીં મળે પાણી, પાઈપલાઈનમાં ભંગાણ

આ અંગે તાત્કાલિક GIDC ઉમરગામ અને ઉમરગામ એસોસિએશન ને જાણ કરતા તાત્કાલિક એક ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. અને પાઇપલાઇન રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. તે માટે મુખ્ય પાઈપલાઈનનો વાલ્વ બંધ કરી રિપેરિંગ કામગીરી હાથ ધરતા આજે એક દિવસ માટે GIDCમાં પાણી પુરવઠો બંધ કરાયો હતો. અને પાણીની પાઇપલાઇન તોડી નાખનાર બેદરકાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ઉમરગામ એસોસિએશનના સેક્રેટરી તાહિર વ્હોરાએ જણાવ્યું હતું.

Slug :- ઉમરગામ GIDC ને નહીં મળે પાણી, પાઈપલાઈનમાં ભંગાણ

Location :- ઉમરગામ

ઉમરગામ :- ઉમરગામ GIDC ને પાણી પૂરું પાડતી વારોલી નદીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. તળાવ ઊંડા કરવાની કામગીરી દરમ્યાન પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા ઉમરગામ એસોસિએશન દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ બજાવી રિપેરિંગ કામગીરી હાથ ધરી છે.

એક તરફ ઉનાળામાં પાણીની બુમરાણ મચી છે. ત્યારે, ઉમરગામ GIDC ની વારોલી નદીમાંથી આવતી પાણીની પાઇપલાઇનને તોડી નાખતા લાખો લીટર પાણીની વ્યય થયો છે. આ અંગે મળતી વિગત મુજબ  વારોલી નદીથી ઉમરગામ GIDC ના ઉદ્યોગો માટે પાણીની પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

 હાલમાં સૂઝલામ સુફલામ યોજના હેઠળ વારોલી નદીને ઊંડી કરવાની કામગીરી ચાલી રહી છે. તે દરમ્યાન તળાવ ઊંડા કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની મુખ્ય પાઇપલાઇન પર JCB  ચલાવી દેતા પાઈપલાઈનમાં પાણીના ફુવારા વછૂટ્યા હતા. પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી ઊંડા કરેલા ખાડામાં વહી નીકળ્યું હતું. 

આ અંગે તાત્કાલિક GIDC ઉમરગામ અને ઉમરગામ એસોસિએશન ને જાણ કરતા તાત્કાલિક એક ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. અને પાઇપલાઇન રિપેરિંગ કામગીરી હાથ ધરી હતી. તે માટે મુખ્ય પાઈપલાઈનનો વાલ્વ બંધ કરી રિપેરિંગ કામગીરી હાથ ધરતા આજે એક દિવસ માટે GIDC માં પાણી પુરવઠો બંધ કરાયો હતો.  

પાણીની પાઇપલાઇન તોડી નાખનાર બેદરકાર કોન્ટ્રાક્ટરને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ઉમરગામ એસોસિએશન ના સેક્રેટરી તાહિર વ્હોરાએ જણાવ્યું હતું.

Video photo 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.