ETV Bharat / state

દાદરાનગર હવેલીમાં ભારે પવનને કારણે વૃક્ષ પડતા બે બળદના મોત - meroo gadhvi

સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના કિલવણી ગામે વાયુ વાવાઝોડાના પગલે આવેલા ભારે પવન થકી એક વૃક્ષ ધરાશાયી થતાં 2 બળદોના મૃત્યુ થયા છે. ત્યારે આ અંગે જિલ્લા કલેકટર કન્નન ગોપીનાથને અસરગ્રસ્ત આદિવાસીના પશુધનનું વળતર આપવાની બાંહેધરી આપી હતી.

દાદરાનગર હવેલીમાં ભારે પવનને કારણે વૃક્ષ પડતા બે બળદ ના મોત
author img

By

Published : Jun 13, 2019, 6:30 PM IST

સેલવાસના કિલવણી ગામે બુધવારે સાંજે 6 વાગ્યે ભારે પવન સાથે વરસાદમાં રોડ પરનું નિલગીરીનું વૃક્ષ ધરાશાયી થતા 2 બળદના ઘટનાસ્થળ પર જ મોત થાય હતા.આદિવાસી પરિવારના ઘર પર ઝાડ પડતા આંગણામાં બાંધેલ 2 બળદો ના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જયારે એક ગર્ભવતી ગાયને કરોડરજ્જુ અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ છે.

બનાવની જાણકારી મળતા જ ફાયર ફાઈટર પહોંચી ઝાડને હટાવવાની કામગીરી બજાવી ઇજાગ્રસ્ત ગાયને બહાર કાઢી હતી. વાયુ વાવાઝોડાએ મચાવેલો તાંડવવેગ એટલો જોરદાર હતો કે, ઝાડ પડ્યા બાદ એક બળદનું શીંગડું જ તૂટીને નજીકના અન્ય ઘરના છાપરા પર પડ્યું હતું. ત્યારે આ ગમખ્વાર ઘટના અંગે કલેકટર કન્નન ગોપીનાથને પણ પશુધન ધરાવતા માલિકને આ બે બળદોના અકસ્માત મોત બદલ વળતર આપવાની ખાતરી આપી હતી.

Slug :- દાદરા નગર હવેલીમાં ભારે પવનને કારણે ઝાડ પડતા બે બળદ ના મોત

Location :- સેલવાસ

સેલવાસ :;  કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના કિલવણી ગામે વાયુ વાવાઝોડાના પગલે આવેલા ભારે પવન થકી એક તોતિંગ ઝાડ પડતા 2 અલમસ્ત બળદોના મરણ થયા છે. જ્યારે એક ગર્ભવતી ગાયની હાલત ગંભીર બની છે. આ અંગે જિલ્લા કલેકટર કન્નન ગોપીનાથને અસરગ્રસ્ત આદિવાસીના પશુધનનું વળતર આપવાની બાંહેધરી આપી.

સેલવાસના કિલવણી ગામે બુધવારે સાંજે 6 વાગ્યે ભારે પવન અને વરસાદમાં રોડ પરનું નિલગીરીનું તોતિંગ ઝાડ પડતા 2 બળદના ઘટનાસ્થળ પર જ મોત થાય હતા
કાતીયા રડકા આંધેર નામના આદિવાસી પરિવારના ઘર પર ઝાડ પડતા આંગણામાં બાંધેલ  2 અલમસ્ત બળદો ના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. જયારે એક ગર્ભવતી ગાયને કરોડરજ્જુ અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ છે.

બનાવની જાણકારી મળતા જ ફાયર ફાઈટર  પહોંચી ઝાડને હટાવવાની કામગીરી બજાવી ઇજાગ્રસ્ત ગાયને બહાર કાઢી હતી. વાયુ વાવાઝોડાએ મચાવેલો તાંડવવેગ એટલો જોરદાર હતો કે, ઝાડ પડ્યા બાદ એક બળદનું શીંગડું જ તૂટીને નજીકના અન્ય ઘરના છાપરા પર પડ્યું હતું. ત્યારે આ ગમખ્વાર ઘટના અંગે કલેકટર કન્નન ગોપીનાથને પણ પશુધન ધરાવતા માલિકને આ બે બળદોના અકસ્માત મોત બદલ વળતર આપવાની ખાતરી આપી હતી.

 Photo spot 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.