ETV Bharat / state

ઉલટી ગંગા, દારૂડિયાએ બુટલેગરોને માર્યો માર, દારૂ લઇ ફરાર

author img

By

Published : Jul 21, 2019, 9:07 AM IST

દમણ: સંઘપ્રદેશ દમણના દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને માર મારી કેટલાક અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી દારૂનો જથ્થો લૂંટી લીધો હતો. બુટલેગરોને માર મારી રોડની સાઇડ પર ફેંકી દેવામાં આવ્યા હતા. જેને લઇને પાતળિયા ચેકપોસ્ટ પર પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે.

સ્પોટ ફોટો

ગાંધીના ગુજરાતમાં સંઘ પ્રદેશ દમણથી યેનકેન પ્રકારે દારૂની ખેપ કરતા હોય છે. પરંતુ શનિવારે દમણના પાતળિયા ચેકપોસ્ટથી ઉદવાડા થઈ સુરતના કામરેજ સુધી દારૂ લઈ જનારા બે બુટલેગરને અજાણ્યા ઈસમોએ માર મારીને દારૂ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અઠવાડિયામાં બે વાર દારૂની હેરાફેરી કરવા આવતા સુરતના બે બુટલેગરો દમણથી દારૂનો જથ્થો લઇ વાહનની શોધમાં ઉદવાડા આવ્યા હતા.

દમણથી સુરત જતા બે બુટલેગરો લૂટાયા

તે સમયે એક લાલ રંગની ગાડીમાં આવેલા કેટલાક ઈસમોએ આ બંનેને ઉભા રાખી તેમની પૂછપરછ કરી અને પૂછ્યું હતું કે, શું આમાં દારૂ છે. બુટલેગરોએ હા પાડતાની સાથે જ કારમાં આવેલા ઇસમોએ તેમનો દારૂનો જથ્થો લઈ લીધો હતો અને તેમની ગાડીમાં મૂકી દીધો હતો. જે બાદ આ બંનેને બેરહમીપૂર્વક માર માર્યો હતો. બાદમાં તેમને જાહેરમાં ફેંકીને જતા રહ્યા હતા.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેમણે તાત્કાલિક 108ને જાણ કરી હતી અને આ ઇજાગ્રસ્ત બુટલેગરોને પારડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ભોગ બનનારા બુટલેગરે જણાવ્યું કે, તેઓ અઠવાડિયામાં એકવાર દમણથી દારૂની ખેપ કરતા હતા અને સુરતના કામરેજ અને કડોદરા સુધી દારૂનો જથ્થો પહોંચાડતા હતા.

અત્રે નોંધનીય છે કે, પોલીસના પેટ્રોલિંગમાં પણ છીંડા ચોક્કસપણે હશે એવું ફલિત થઇ રહ્યું છે. જેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે. હાલ તો પોલીસે આ બુટલેગરો વિરુદ્ધ તેમજ તેમને માર મારનારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Intro:સંઘપ્રદેશ દમણના પાતળિયા ચેકપોસ્ટથી ઉદવાડા થઈ સુરતના કામરેજ સુધી દારૂ લઇ જતા દારૂની ખેપ કરનારા બે ખેપીયાઓ ને માર મારી કેટલાક અજાણ્યા ઈસમોએ તેમની પાસેથી દારૂનો જથ્થો લૂંટી લીધો હતો અને બંને ખેપીયાઓ ને મારી રોડ ઉપર ફેંકી દેવાની ઘટના સામે આવી છે જેને લઇને પાતળિયા ચેકપોસ્ટ ઉપર પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છેBody:
ગાંધીના ગુજરાતમાં સંઘ પ્રદેશ દમણ થી યેનકેન પ્રકારે દારૂની ખેપ કરતા હોય છે પરંતુ ગઈકાલે દમણના પાતળિયા ચેકપોસ્ટથી ઉદવાડા થઈ સુરતના કામરેજ સુધી દારૂ લઈ જનારા બે ખેપીયાઓ ને અજાણ્યા ઈસમોએ માર મારીને લૂંટી લેવાની ઘટના સામે આવી છે બન્યું એવું કે અઠવાડિયામાં બે વાર દારૂની ખેપ કરવા આવતા સુરતના બે ખેપીયાઓ દમણથી દારૂનો જથ્થો લઇ વાહન ની શોધ માં ઉદવાડા આવ્યા હતા તે સમયે એક લાલ રંગની ગાડીમાં આવેલા કેટલાક ઈસમોએ આ બંને ખેલૈયાઓને ઉભા રાખી તેમની પૂછપરછ કરી અને પૂછ્યું હતું કે શું આમાં દારૂ છે ખેપિયાઓ એ હા પાડતા ની સાથે જ કારમાં આવેલા ઇસમોએ તેમનો દારૂનો જથ્થો લઈ લીધો હતો અને તેમની ગાડીમાં મૂકી દીધો હતો અને જે બાદ આ બંને ખેલૈયાઓને બેરહમીપૂર્વક માર માર્યો હતો બાદમાં તેમને જાહેરમાં ફેંકીને જતા રહ્યા હતા આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેમણે તાત્કાલિક 108ને જાણ કરી હતી અને આ ઇજાગ્રસ્ત ખેલૈયાઓને પારડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં ભોગ બનનારા બુટલેગર જણાવ્યું કે તેઓ અઠવાડિયામાં એકવાર દમણથી દારૂની ખેપ કરતા હતા અને સુરતના કામરેજ અને કડોદરા સુધી દારૂનો જથ્થો પહોંચતો કરતા હતાConclusion:અત્રે નોંધનીય છે કે એક તરફ જ્યાં પોલીસ ગુજરાતમાં દારૂ ન આવતો હોવાની ગુલબાંગો રહી છે ત્યારે આવી ઘટનાઓ એ તરફ ચોક્કસ કુંડલી નિર્દેશ કરે છે કે ક્યાંકને ક્યાંક પોલીસ પેટ્રોલિંગમાં પણ છીંડા ચોક્કસપણે હશે એવું ફલિત થઇ રહ્યું છે જેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે હાલ તો પોલીસે આ બુટલેગરો વિરુદ્ધ તેમજ તેમને માર મારનારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે

બાઈટ 1 રામ વિલાસ દારૂ નો ખેપીયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.