ETV Bharat / state

ગયા વર્ષ કરતા આ વખતે મસાલાના ભાવમાં ઘટાડો, ગૃહિણીઓમાં ખુશી

વાપી: રમઝાનની શરૂઆત અને ઉનાળાની ગરમી વચ્ચે વાપીની ગરમ મસાલાની માર્કેટમાં ઘરાકીની તેજી વર્તાઈ રહી છે. વાપી સહિત જિલ્લાભરની ગૃહિણીઓ રસોડા માટેના ગરમ મસાલા અને મુસ્લિમ ગૃહિણીઓ રમઝાનને ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટની ખરીદી કરવા ઉમટી રહી છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે મસાલા અને ડ્રાયફ્રૂટમાં ભાવ નીચા રહેતા ગૃહિણીઓમાં ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે. સાથે જ વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ નીચા રહ્યા છે, પરંતુ ઘરાકીમાં વધારો થયો નથી.

author img

By

Published : May 7, 2019, 12:24 PM IST

મસાલાની સીઝન

માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિનામાં ગૃહિણીઓ ગરમ મસાલો અને તેજાનાની ખરીદી કરતી હોય છે. આ સમયગાળો આખા વર્ષ માટેનો ગરમ મસાલો ખરીદવાની સીઝન પણ ગણાય છે. વાપીમાં આવેલા કચ્છી માર્કેટમાં હાલ ગૃહિણીઓ ગરમ મસાલાની ખરીદી કરવા ઉમટી રહી છે. વર્ષભરનું મરચું, હળદર, ધાણાજીરૂ અને મરી મસાલો વગેરે ખરીદવા વાપીની ગૃહિણીઓ ઉમટી રહી છે.

આ વખતે મસાલાના ભાવ નીચા

મુસ્લિમ ગૃહિણી હમીદા અજમેરીએ જણાવ્યું હતું કે, રમઝાન માસને ધ્યાનમાં રાખી મસાલાની અને ડ્રાયફ્રુટની ખરીદી કરી છે. મસાલામાં અને ડ્રાયફ્રૂટમાં આ વખતે ભાવ નીચા રહ્યા હોવાને કારણે સારી ખરીદી થઇ છે.

ગરમ મસાલો, ધાણાજીરું, હળદર, દાળ, પાપડ માટેનો મસાલો અને તીખું-મીડીયમ-મોળા મરચાની અનેક પ્રકારની વેરાયટીઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે. મનીષ પટેલ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે, ભાવ નીચા હોય આખા વર્ષની મસાલા સહિતની જરૂરી ચીજવસ્તુઓ ભરવા આવ્યાં છીએ. અહીં દરેક પ્રકારની ક્વોલોટી મુજબ કિલો દીઠ ભાવ છે. જેમાં સારી ક્વોલિટીમાં બાંધછોડ કરવાને બદલે બને તેટલી વધુ ખરીદી કરી રહ્યા છે.

મસાલા બજારના વેપારીઓનું કહેવું છે કે, 50 ટકાલા લોકો એવા હોય છે જે આખા વર્ષનું મરચું, હળદર, મરી મસાલા એક સાથે જ ખરીદે છે. આ વખતે ભાવ જરુર નીચો રહ્યો જરૂર છે, પરંતુ તેનાથી ઘરાકીમાં કોઈ ફરક પડ્યો નથી. જે ઘરાકી પહેલા હતી તેટલી જ ઘરાકી હાલમાં વર્તાઈ રહી છે. એ જ રીતે ડ્રાયફ્રૂટમાં પણ ભાવ નીચા રહ્યા છે, તેમાં પણ સામાન્ય ઘરાકી વર્તાઈ રહી છે. કેમ કે, રમઝાન માસ દરમિયાન ડ્રાયફ્રુટનો ઉપાડ જરૂર થતો હોય છે, પરતુ રમજાન માસ જ ગરમીની સિઝનમાં આવતો હોવાથી ડાયફ્રુટ ખાવાનું ચલણ લોકોમાં ઓછું હોય છે.

એક નજર કરીએ મરચા ધાણાના અને ડ્રાયફ્રુટના વર્તમાન ભાવ પર...

મસાલા-ડ્રાયફ્રુટ્સનું નામ ભાવ પ્રતિકિલો
મરચું તીખું 110 થી 120 રૂપિયા
કાશ્મીરી મરચું 180 રૂપિયા
હળદર રાજાપુરી 120 રૂપિયા
હળદર સેલમ 140 રૂપિયા
ધાણાજીરુ 130 થી 150 રૂપિયા
ગરમ મસાલો 120 થી 400 રૂપિયા
બદામ 660 થી 700 રૂપિયા
કિસમિસ 200 થી 300 રૂપિયા
ખજૂર 60 થી 500 રૂપિયા
કાજુ

700 રૂપિયા થી 850 રૂપિયા

વિવિધ પ્રકારના મરચા, હળદર, ધામણાજીરું, તેજાનો વગેરે જે તે જિલ્લા અને રાજ્યમાંથી વાપીની બજારમાં આવે છે. વેપારીઓ સ્થળ પર જઈ કે, અમદાવાદના જથ્થાબંધ માર્કેટમાં જઈ તેની ખરીદી કરી લાવે છે. હાલ મસાલા ભરવાની સીઝન હોવાથી ભાવ નીચા છે.

Intro:વાપી :- રમઝાનની શરૂઆત અને ઉનાળાની ગરમી વચ્ચે વાપીની ગરમ મસાલાની માર્કેટમાં ઘરાકીની તેજી વર્તાઈ રહી છે. વાપી સહિત જિલ્લાભરની ગૃહિણીઓ રસોડા માટેના ગરમ મસાલા અને મુસ્લિમ ગૃહિણીઓ રમજાનને ધ્યાનમાં રાખીને ડ્રાય ફ્રુટની ખરીદી કરવા ઉમટી રહી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે મસાલા અને ડ્રાયફ્રૂટમાં ભાવ નીચા રહેતા ગૃહિણીઓમાં ખુશીનો માહોલ વર્તાઈ રહ્યો છે. જ્યારે, વેપારીઓના જણાવ્યા મુજબ ભાવ જરૂરી નીચા રહ્યા છે. પરંતુ, તેનાથી ઘરાકીમાં વધારો થયો નથી.

Body:માર્ચ મહિના બાદ એપ્રિલ અને મે મહિના દરમ્યાન ગૃહિણીઓ ગરમ મસાલો અને તેજાનાની ખરીદી કરતી હોય છે. આ સમયગાળો આખા વર્ષ માટેનો ગરમ મસાલો ખરીદવાની સીઝન પણ ગણાય છે. વાપીમાં આવેલ કચ્છી માર્કેટમાં હાલ ગૃહિણીઓ ગરમ મસાલાની ખરીદી કરવા ઉમટી રહી છે. વર્ષભરનું મરચું, હળદર, ધાણાજીરૂ અને મરી મસાલો વગેરે ખરીદવા અહીં વાપીની ગૃહિણીઓ રોજ ઉમટી રહી છે. ગત વર્ષની તુલનાએ ગરમ મસાલાના ભાવમાં આ વખતે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જેને લઇને ગૃહિણીઓમાં વર્ષભરનું મસાલા સહિતનું કરિયાણું ભરવાની અનોખી ખુશી વર્તાઈ રહી છે. ગૃહિણીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ભાવ નીચા રહેતા સારી ક્વોલિટીના મસાલાની ખરીદી કરી શકાય છે. એ સાથે જ રમઝાન મહિનો પણ શરૂ થતો હોય મુસ્લિમ ગૃહિણી હમીદા અજમેરીએ જણાવ્યું હતું કે, રમજાન માસને ધ્યાનમાં રાખી મસાલાની અને ડ્રાયફ્રુટની ખરીદી કરી છે. મસાલામાં અને ડ્રાયફ્રૂટમાં આ વખતે ભાવ નીચા રહ્યા હોવાને કારણે સારી ખરીદી કરી શક્યા હોવાનું જણાવ્યું હતું.

ગરમ મસાલો, ધાણાજીરું, હળદર, દાળ, પાપડ માટેનો મસાલો અને તીખું-મીડીયમ-મોળા મરચાની અનેક પ્રકારની વેરાયટીઓ હાલ બજારમાં ઉપલબ્ધ છે. ત્યારે, મનીષ પટેલ નામના ગ્રાહકે જણાવ્યું હતું કે ભાવ નીચા હોય આખા વર્ષની મસાલા સહિતની જરૂરી ચીજવસ્તુઓ ભરવા આવ્યાં છીએ. અહીં, દરેક પ્રકારની ક્વોલોટી મુજબ કિલો દીઠ ભાવ છે. જેમાં સારી ક્વોલિટીમાં બાંધછોડ કરવાને બદલે બને તેટલી વધુ ખરીદી કરી રહ્યા છે.

તો, મસાલા બજારના વેપારીઓનું કહેવું છે. પચાસ ટકા જેટલા લોકો એવા હોય છે. કે, જે આખા વર્ષનું મરચું, હળદર, મરી મસાલા એક સાથે જ ખરીદે છે. તેમાં આ વખતે ભાવ નીચો રહ્યો જરૂર છે. પરંતુ, તેનાથી ઘરાકીમાં કોઈ ફરક પડ્યો નથી. જે ઘરાકી પહેલા હતી તેટલી જ ઘરાકી હાલમાં વર્તાઈ રહી છે. એ જ રીતે ડ્રાયફ્રૂટમાં પણ ભાવ નીચા રહ્યા છે. અને તેમાં પણ એ જ સામાન્ય ઘરાકી વર્તાઈ રહી છે. કેમ કે, રમઝાન માસ દરમિયાન ડ્રાયફ્રુટનો ઉપાડ જરૂર થતો હોય છે. પરંતુ, હવે રમજાન માસ જ ગરમીની સિઝનમાં આવતો હોય ગરમીની સિઝનમાં ડ્રાયફ્રુટ ખાવાનું ચલણ લોકોમાં ઓછુ હોય છે.

એક નજર કરીએ મરચા ધાણાના અને ડ્રાયફ્રુટના વર્તમાન ભાવ પર.....

મરચું તીખું :- 110 રૂપિયા થી 120 રૂપિયા પ્રતિ કિલો
કાશ્મીરી મરચું :- 180 રૂપિયા પ્રતિકીલો
હળદર સેલમ :- 140 રૂપિયા પ્રતિ કિલો
હળદર રાજાપુરી :- 120 રૂપિયા પ્રતિ કિલો
ધાણાજીરું :- 130 થી 150 રૂપિયા
ગરમ મસાલો :- 120 રૂપિયા થી 400 રૂપિયા પ્રતિ કિલો,

એ જ રીતે ડ્રાયફ્રૂટમાં

બદામ :- 660 થી 700 રૂપિયા પ્રતિ કિલો
કિસમિસ :- 200 રૂપિયા થી 300 રૂપિયા પ્રતિ કિલો
ખજૂર :- 60 રૂપિયા થી 500 રૂપિયા પ્રતિ કિલો
કાજુ :- 700 રૂપિયા થી 850 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બજારમાં મળી રહ્યા છે

Conclusion:વિવિધ પ્રકારના મરચા, હળદર, ધાણાજીરું, તેજાનો વગેરે જે તે, જિલ્લા અને રાજ્યમાંથી વાપીની બજારમાં આવે છે. વેપારીઓ સ્થળ પર જઈ ને કે, અમદાવાદના જથ્થાબંધ માર્કેટમાં જઈ તેની ખરીદી કરી લાવે છે. હાલ મસાલા ભરવાની સીઝન હોય ભાવ નીચા છે. ત્યારે, જો તમારે પણ મસાલાની ખરીદી હજુ બાકી હોય તો વેળાસર બજારમાં પહોંચી જઈ ખરીદી કરી લેવામાં જ શાણપણ છે.

bite :- હમીદા અજમેરી, ગૃહિણી
bite :- મનીષ પટેલ, મસાલા ખરીદનાર ગ્રાહક
bite :- રાજેશ દામાં, મસાલા વેચનાર દુકાનદાર

video spot

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.