ETV Bharat / state

મહારાષ્ટ્રના પાલઘરમાંથી પોલીસે 8 કરોડની 2 હજાર રૂપિયાની ની નકલી નોટ ઝડપી - નકલી નોટ છાપવાના સાધનો મળી આવ્યા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ને (Gujarat Assembly Elections)લઈ આચારસંહિતા અમલી બની છે. ત્યારે, ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી 8 કરોડ રૂપિયાની 2000ની નકલી નોટના 400 બન્ડલ મળી આવતા ચકચાર મચી (fake note worth 8 crores was seized) છે. સુત્રોનું માનીએ તો આ નકલી નોટને પાલઘરમાં જ એક કારખાનામાં બનાવવામાં આવતી હતી. અને ગુજરાતમાં ચૂંટણી દરમ્યાન તેને વંહેંચવામાં આવનાર હતી.

Etv Bharatમહારાષ્ટ્રના પાલઘરમાંથી પોલીસે 8 કરોડની 2 હજાર રૂપિયાની ની નકલી નોટ ઝડપી

author img

By

Published : Nov 13, 2022, 10:38 PM IST

Updated : Nov 13, 2022, 11:00 PM IST

દમણ : ગુજરાતના વલસાડ જિલ્લાની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં બનાવટી નોટો છાપવાના નેટવર્કનો પર્દાફાશ કરી મહારાષ્ટ્ર પોલીસે 8 કરોડની 2000 રૂપિયાની નકલી નોટનો જથ્થો જપ્ત (fake note worth 8 crores was seized) કર્યો છે.

મહારાષ્ટ્રના પાલઘરમાંથી પોલીસે 8 કરોડની 2 હજાર રૂપિયાની ની નકલી નોટ ઝડપી

2 હજાર ની નોટના 400 બન્ડલ મળી આવ્યા: 2000ની નકલી નોટના 400 બન્ડલ કબ્જે કરી મહારાષ્ટ્રની થાણે પોલીસે મહત્વની સફળતા મેળવી છે. આ અંગે મળતી વિગતો મુજબ થાણાનીં પોલીસ ટીમેં બાતમી આધારે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. જેમાં ઘોડબંદર ખાતે વોચ ગોઠવીને તપાસ હાથ ધરતાં સમયે બે હજાર રૂપિયાની નોટોનાં ચારસો બંડલ મળી આવ્યા હતાં. કુલ આઠ કરોડની આ બનાવટી ચલણી નોટ મળી આવી હતી.

કારમાં સવાર 2 ઈસમો પાસેથી મળી નકલી નોટ: થાણા પોલીસ ટીમે ઇનોવા કારમાં આવેલા બે વ્યક્તિઓને અટકાવી કારમાં તપાસ કરી હતી. જે દરમ્યાન કારમાથી આ ડુપ્લીકેટ નોટનો મસમોટા જથ્થો મળી આવ્યો હતો. જેની વધુ તપાસ કરતા આ બનાવટી નોટનાં તાર પાલઘર જિલ્લાનાં હોવાનું ખુલ્યું હતું. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે તપાસ નો દોર પાલઘર સુધીલંબાવ્યો હતો.

નકલી નોટ છાપવાના સાધનો મળી આવ્યા: પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બનાવટી નોટો પાલઘરમાં આવેલા ટેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનાં એક ગાળા માં છપાતી હતી. જ્યાંથી પોલીસે નકલી નોટ છાપવાના રદ્દી કાગળ, પ્રિન્ટર, ઇન્ક સહિતનો જથ્થો જપ્ત કર્યો છે. હાલ સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસ સહિત અન્ય એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આ નોટ જ્યાં બનતી હતી તે કારખાનામાંથી વધુ કેટલી નોટ છપાઈ છે. તે ક્યાં ક્યાં મોકલવામાં આવી છે. તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતની ચૂંટણી નો ફાયદો ઉઠાવવાની મનસા: ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં વિધાનસભા ચુંટણી ની તારીખ જાહેર થયા બાદ ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. રાજ્યની સરહદ પર પોલીસ અને CRPF ની ટુકડીઓ તૈનાત છે. ત્યારે, આ નકલી નોટ યેનકેન પ્રકારે ગુજરાતમાં ઘુસાડી તેની વંહેંચણી કરવાની મનસા નકલી નોટ છાપનારાઓની અને તેની પાસેથી ખરીદનારાઓની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. જે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

Last Updated : Nov 13, 2022, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.