દમણમાંં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદ ચારે તરફ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 4 દિવસથી દમણમાં તમામ વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ છે, ત્યારે બુધવારે લોકો જેલ ભરો આંદોલન હેઠળ એકઠા થયા હતાં. જેને પોલીસે સમજાવટથી પરત મોકલ્યા હતાં. જ્યારે યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે પોલીસ સ્ટેશનમાં પોતાની ધરપકડ વહોરી હતી. પોલીસે અન્ય 20 જેટલા લોકોની પણ ધરપકડ કરી હતી. અને એ માટે દમણના જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં દમણ પોલીસ અને વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી જઈ તમામ લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા.
દમણમાં જનઆક્રોશ, સ્વૈચ્છિક બંધ સાથે જેલ ભરો આંદોલન - Movement to fill the prison in Daman
દમણઃ વિસ્તારના દરિયા કાંઠાથી જામપોર બીચ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા ગરીબ લોકોને પ્રશાંસને બેઘર બનાવી મૂક્યાં છે. જે બાદ દમણમાં જનઆક્રોશ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દમણની બજારો સજ્જડ બંધ છે. ત્યારે બુધવારે કેટલાક આગેવાનોએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
દમણમાંં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદ ચારે તરફ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. સતત 4 દિવસથી દમણમાં તમામ વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ છે, ત્યારે બુધવારે લોકો જેલ ભરો આંદોલન હેઠળ એકઠા થયા હતાં. જેને પોલીસે સમજાવટથી પરત મોકલ્યા હતાં. જ્યારે યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે પોલીસ સ્ટેશનમાં પોતાની ધરપકડ વહોરી હતી. પોલીસે અન્ય 20 જેટલા લોકોની પણ ધરપકડ કરી હતી. અને એ માટે દમણના જલારામ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં દમણ પોલીસ અને વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત સાથે પહોંચી જઈ તમામ લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા.
જ્યારે જેલભરો આંદોલન હેઠળ યુથ એક્શન ફોર્સના આગેવાન ઉમેશ પટેલે નાની દમણ પોલીસ મથકે પહોંચી જઇ સ્વૈચ્છિક ધરપકડ વહોરી હતી. સુત્રોનું માનીએ તો અન્ય પોલીસ મથકે પણ 20 જેટલા લોકોએ સ્વૈચ્છિક જેલભરો આંદોલન હેઠળ પોતાની ધરપકડ વહોરી છે. જો કે હાલ સમગ્ર મામલે પોલીસે કે પ્રશાસને કઈ પણ કહેવાનું ટાળ્યું છે. ત્યારે લોકોનો રોષ પણ ધીરેધીરે ઉગ્ર બની રહ્યો છે.
Conclusion:જો આગામી દિવસમાં પ્રશાસન આ અંગે માત્ર પોતાની તાનાશાહી જ ચાલવતું રહેશે તો જનઆક્રોશ વધુ વેગ પકડશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલ દમણમાં ચારેબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક તરફ દમણ પ્રશાસન લોકોને ધંધા રોજગાર ખુલ્લા રાખવા અપીલ કરી રહ્યું છે. તો બીજી બાજુ પીડિતોના સમર્થકોને ડરાવવાની કોશિશ કઈ રહ્યું છે. જેને લઈને સતત ચાર દિવસથી દમણ બંધ રહ્યું છે. જેની માઠી અસર પ્રવાસન ક્ષેત્રથી લઈને ઔદ્યોગિક વિસ્તારમાં પડી રહી છે.