ETV Bharat / state

ઉમરગામમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથા તબક્કો શરૂ - જળ અભિયાનના ચોથો તબક્કો

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં બોરીગામથી સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ કરાયો હતો. ઉમરગામ તાલુકા કક્ષાનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે કરાવ્‍યો હતો.

ઉમરગામમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ચોથા તબક્કો શરૂ

author img

By

Published : Apr 2, 2021, 11:09 AM IST

  • સુજલામ સુફલામ જળ અભિયાન 1 એપ્રિલથી 31 મે સુધી ચાલશે
  • ઉમરગામમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે અભિયાનનો કરાવ્યો પ્રારંભ
  • ઉમરગામના બોરીગામ ખાતેથી તાલુકા કક્ષાના અભિયાનની કરાઈ શરૂઆત

આ પણ વાંચોઃ સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ

બોરીગામ: સમગ્ર રાજ્‍યમાં 1 એપ્રિલથી 31 મે સુધી યોજાનારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજયકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ઉમરગામના બોરીગામ ખાતેથી તાલુકા કક્ષાના અભિયાનનું શુભ મુહૂર્ત કર્યું હતું.

આ પણ વાંચોઃ CM રૂપાણીએ ચોથા તબક્કાના રાજ્યવ્યાપી જળ અભિયાનનો પાટણના વડાવલીથી કરાવ્યો શુભારંભ

અભિયાનથી જળ સ્તર વધ્યું હોવાનો દાવો

આ પ્રસંગે આદિજાતિ રાજ્‍યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, મુખ્‍યપ્રધાનની પ્રેરણાથી 2018ના વર્ષમાં શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના 3 તબક્કાઓમાં કરાયેલા અનેકવિધ કામો થકી લાખો ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે. વલસાડમાં સુજલામ સુફલામ યોજનાના સફળ પરિણામો મળ્‍યા છે. પાણીનું પ્રમાણ વધુ મળી રહેતાં આપણે ખેતી ક્ષેત્રે સ્‍વાવલંબી બન્‍યા છે અને ખેતીપાકોનું મબલખ ઉત્‍પાદન મેળવી શક્યા છીએ.

રાજ્‍યમાં 18,000 કરતા વધુ કામો હાથ ધરાશે

2021ના વર્ષમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કામાં સમગ્ર રાજ્‍યમાં 18,000 કરતા વધુ કામો હાથ ધરવામાં આવશે. તળાવો ઊંડા કરવા, નદી, નહેર, ચેકડેમ સાફ કરવામાં આવતાં ત્‍યાં પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે, જેના થકી સંબંધિત વિસ્‍તારોમાં પીવા અને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

ખેત ઉત્‍પાદનમાં વધારો અને પર્યાવરણમાં સુધારો થયો

આ જળ સંચય અભિયાનથી રાજ્‍યભરમાં પાણીના સંગ્રહમાં વધારો થવાથી ભૂગર્ભ જળસ્‍તર ઊંચા આવ્‍યા છે તેમ જ સ્‍થાનિક કક્ષાએ ઘર વપરાશ, ઢોર-ઢાંખરને પીવાના પાણીની સમસ્‍યા નિવારવાની સાથે ખેત ઉત્‍પાદનમાં વધારો અને પર્યાવરણમાં પણ સુધારો થયો છે.

માટીના વપરાશ બદલ કોઇ પણ રોયલ્‍ટી ખેડૂતોએ ચુકવવાની રહેતી નથી

સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમ જ જાહેર કામોમાં કરવામાં આવે છે અને આ માટીના વપરાશ બદલ કોઈ પણ રોયલ્‍ટી ખેડૂતોએ ચૂકવવાની રહેતી નથી, જેનો સંબંધિતોને લાભ લેવા પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.