કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સરકાર તમારા દ્વારા ચાલતા અભિયાન હેઠળ શનિવારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી મહેસુલ વિભાગ દ્વારા સાયલી ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શિબિરમાં વરસાઇની પ્રક્રિયા, નકશા સહિત અન્ય વિષય અંગે અરજીઓ સ્વીકારવામા આવી હતી. તેમજ વિવાદિત મુદ્દાઓમા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મહેસુલ વિભાગની સેવાઓ ઉપરાંત અન્ય વિભાગોની અરજીઓ પણ સ્વીકારવામા આવી હતી. શિબિરમા સાયલી પંચાયતના લોકોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી સરકારી યોજનાઓનો લાભ અને માર્ગદર્શન મેળવ્યું હતું.