સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ ગામે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અવિશ્વનીય (Masat village Company Accident) બનાવ સામે આવતા ચકચાર મચી છે. મસાટ ગામે આવેલી એક કંપનીમાં કામ કરતા યુવાનનું મૃત્યુ (Masat Man Death Due Lift) થતા અરેરાટી ફેલાઈ છે. આ યુવાનનું માથું લિફ્ટમાં આવી જતા માથું ધડથી અલગ થઈ કમકમાટીભર્યું મોત નીપજ્યાં બાદ ભય ફેલાઈ ગયો છે.
માથું ધડથી અલગ થઈ ગયું - મળતી માહિતી મુજબ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મસાટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા સન પ્લાસ્ટિક નામની (Sun Plast Company) કંપનીમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જે મટિરિયલને ઉપર નીચે લઈ જવા માટે લિફ્ટની સગવડ ઉભી કરવામાં આવી છે. આ લિફ્ટ નીચે આવી રહી હતી, તે સમયે કંપનીમાં કામ કરતો સાગર શર્મા નામનો કામદાર નીચે ઉભો રહી લિફ્ટના ગ્રીલના દરવાજામાંથી માથું નાખી ઉપર જોવા જતા અચાનક જ આવેલી લિફ્ટમાં માથું છૂંદાઈ ગયું હતું.
આ પણ વાંચો : Banaskantha Accident : બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતા પાંચ લોકોના મૃત્યુ
પોલીસની ટીમે મૃતદેહને PM માટે ખસેડયો - અચાનક બનેલી આ ઘટનામાં કામદારનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા કંપની સંચાલકો અને કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામા આવી હતી. SDPO સિદ્ધાર્થ જૈન સહિત પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી વિગતો મેળવી હતી. જોકે, જોતજોતાંમાં સાગર શર્માનું માથુ ધડથી અલગ થઈ ગયું હોવાને કારણે એનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. યુવાનના મૃતદેહનો (Death Due Lift) કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 24 કલાક બચાવ કામગીરી છતા કોઈ પરિણામ નહી, આખરે કેરળના શ્રમિકનું મૃત્યુ
ઘટના બાદ ફેક્ટરી ઇન્સ્પેકટરે તપાસ હાથ ધરી - ઉલ્લેખનીય છે કે, આ કમકમાટીભરી ઘટના બાદ કંપનીમાં જે લિફ્ટ લગાવવામાં આવેલી છે. એના માટે પરમિશન લેવામાં આવેલી છે કે નહીં, આ ઘટનામાં ખરેખર કંપનીની બેદરકારી છે કે નહીં તે અંગે ફરિયાદ (Masat Village Company Man Death) નોંધી આગળની તપાસ હાથ ધરી છે.