ETV Bharat / state

બદલીના વિદાય સમારોહમાં દાદરા નગર હવેલીના SP ભાવુક થયા

દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રસાશન દ્વારા પોલીસ વિભાગમા આંતરિક બદલીઓ કર્યા બાદ દાદરા નગર હવેલીના એસપી શરદ દરાડેનો વિદાય સમારંભ અને દીવથી દાદરા નગર હવેલીમાં નિયુક્ત થયેલા SP હરેશ્વર સ્વામીનો આવકાર સમારંભ સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો.

બદલીના વિદાય સમારોહમાં દાદરા નગર હવેલીના SP ભાવુક થયા
બદલીના વિદાય સમારોહમાં દાદરા નગર હવેલીના SP ભાવુક થયા
author img

By

Published : Jan 13, 2021, 7:21 AM IST

  • દાદરા નગર હવેલીના SP ની દમણમાં બદલી
  • દીવના SP ની દાદરા નગર હવેલીમાં નિયુક્તિ
  • SP ના વિદાય સમારંભમાં દરાડે બન્યા ભાવુક

દમણઃ દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રસાશન દ્વારા પોલીસ વિભાગમા આંતરિક બદલીઓ કરવામા આવી છે. જે અંતર્ગત દાદરા નગર હવેલીના એસપી શરદ દરાડેનો વિદાય સમારંભ, જ્યારે દિવના SP હરેશ્વર સ્વામીનો આવકાર સમારંભ સેલવાસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં સેલવાસના પોતાના કાર્યકાળમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં મેળવેલી સફળતાના સંસ્મરણો વાગોળી SP શરદ દરાડે ભાવુક બન્યા હતા અને પોલીસ સ્ટાફને ફરજ પ્રત્યેની અમૂલ્ય શીખ આપી હતી.

દાદરા નગર હવેલીના SP ની દમણમાં બદલી

દાદરા નગર હવેલીના SP શરદ દરાડેની દમણ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામા આવી છે. જ્યારે દીવના એસપી હરેશ્વર સ્વામીને દાદરા નગર હવેલીમાં એસપી તરીકે નિયુક્ત કર્યા છે. જે અંતર્ગત સેલવાસ પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી શરદ દરાડેનો વિદાય સમારંભ અને નવનિયુક્ત એસપી હરેશ્વર સ્વામીના સ્વાગત સમારોહનું આયોજન કરવામા આવ્યું હતું. આ અવસરે એસપી, પીઆઇ, પીએસઆઇ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જેમની સાથે શરદ દરાડેએ દિલ ખોલીને આભારની લાગણી પ્રગટ કરી હતી.

બદલીના વિદાય સમારોહમાં દાદરા નગર હવેલીના SP ભાવુક થયા

ફરજ દરમિયાન અનેકવાર અસમંજસ અનુભવી

પોતાના ફરજના કાર્યકાળ દરમિયાન પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે તેમને પોલીસ સ્ટાફ દ્વારા મળેલા ભરપૂર સહકારને યાદ કરી દરાડે ભાવુક બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અનેક પડકારો સામે આવ્યા હતાં. જે સમયે ગુનેગારને સજા કરાવવામાં અને નિર્દોષને બચાવવામાં અનેકવાર અવઢવ અનુભવી હોવાનું જણાવ્યું હતું. નાગરિકોની અપેક્ષા પર ખરા ઉતરવા કેટલીક વખત અસમંજસભરી પરિસ્થિતિ નિર્માણ થતી હોવાનું જણાવી ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હોવાનું જણાવતા ભાવુક બન્યા હતાં.

પોલીસ કર્મચારીઓ માટે પથદર્શક રહ્યા

દાદરા નગર હવેલીના પોલીસ સ્ટાફે પણ પોલીસવડા તરફથી સતત માર્ગદર્શન મળ્યું હોવાનું જણાવી આગામી દિવસોમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં તેમણે દાખવેલી કુનેહ ક્યારેય નહીં ભુલાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહિલા પોલીસ કર્મચારીઓ પ્રત્યે અને પ્રદેશની મહિલાઓ પ્રત્યે શરદ દરાડે હંમેશા પથદર્શક રહ્યા હોવાનું મહિલા પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું.

ટોપટેન પોલીસ સ્ટેશનનો એવોર્ડ મેળવ્યો

શરદ દરાડેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે. એકપણ પોલીસ કર્મચારી સામે પગલાં લેવા પડ્યા નથી. પ્રદેશના ખાનવેલ પોલીસ સ્ટેશનને દેશના ટોપટેન બેસ્ટ પોલીસ સ્ટેશનમાં સામેલ કરી પ્રદેશનું નામ રોશન કર્યું છે.

પોઝિટિવ કાર્યોને વધુ ઉંચાઈએ લઈ જવાનો કોલ

નવનિયુક્ત SP હરેશ્વર સ્વામીએ પણ પોલીસ જવાનોની દરાડે સાહેબ પ્રત્યેની નિષ્ઠા જોયા બાદ જણાવ્યું હતું કે, જે રીતે આ પ્રદેશમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં આવી છે. તે કાયમ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશે. દરાડે સાહેબે કરેલા પોઝિટિવ કાર્યોને તે વધુ ઉંચાઈએ લઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.