ETV Bharat / state

સુશાંતસિંહ રાજપૂત કેસમાં શિવસેનાનો રોલ છે: બિહાર વેલ્ફેર એસોસિએશન - સામાજિક સેવાકિય પ્રવૃત્તિ

બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. વાપીમાં સામાજિક સેવાકિય પ્રવૃત્તિ સાથે જોડાયેલ બિહાર વેલ્ફેર એસોસિએશને સુશાંત સિંહના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા કોર્ટના આદેશ બાદ CBI તપાસની માગને મંજૂરી આપતા આ નિર્ણયને વાપી બિહાર વેલ્ફેર એસોસિએશને આવકાર્યો છે.

vapi
સુશાંતસિંહ રાજપૂત કેસ
author img

By

Published : Aug 20, 2020, 8:19 PM IST

વાપી: બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ CBIને સોંપાઈ છે. આ નિર્ણયને વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશને અવકાર્યો છે. આ કેસમાં શિવસેના તદ્દન નિષ્ફળ નીવડી છે અને તેની સંડોવણી હોવાના આક્ષેપો પણ બિહાર વેલ્ફેર એસોસિએશને કર્યા હતાં.

આ પ્રસંગે વાપી બિહાર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ વિપુલ સિંઘે જણાવ્યું હતું કે હવે આ કેસમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થશે. જ્યારે સમગ્ર મામલે ખૂબ લાંબી ચાલેલી મથામણ અંગે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસ આ કેસને સુલઝાવવામાં નહોતી માગતી? તે અંગે પૂછેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમાં શિવસેના અને મહારાષ્ટ્ર પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી છે. તેઓ આ કેસમાં ક્યાંકને ક્યાંક સંડોવાયેલ છે. પરંતુ હવે CBI તપાસમાં બધું જ બહાર આવશે.

સુશાંતસિંહ રાજપૂત કેસમાં શિવસેનાનો રોલ છે બિહાર વેલ્ફેર એસોસિએશન
વધુમાં પ્રમુખે ઉમેર્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા પણ આ કેસ અંગે કાનૂન પ્રધાનને લેખિત રજુઆત કરી છે. સુશાંત સિંહ રાજપૂત એક સારો એક્ટર હતો. તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માત્ર બિહાર કે યુપી માટે નહીં પરંતુ સમગ્ર ભારતના લોકોની માગ હતી. આ મામલો આખા દેશનો મામલો હતો અને એટલે જ મીડિયાથી લઈને દેશના તમામ સમાજના લોકો સસ્થાઓ તેના સપોર્ટમાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.