ETV Bharat / state

scheme in Shoping mall vapi: વાપી ખાતે લાલચ આપતી સ્કીમ બનાવી, કોરોનાને આપ્યું નિંમત્રણ

દેશમાં કેરોનાના (Corona epidemic) કહેર વચ્ચે વાપીમાં રવિવારે સસ્તા બજાર મોલના (scheme in Shoping mall vapi) નામે કપડાં અને ઘરવખરીનો સેલ ઉભો કરનારા દુકાનદારે લુડોની રમતને (Ludo game Scheme) વેપાર સાથે જોડી જે પણ ગ્રાહક 2 પાસા ઉછાળે અને તેમાં એક આવે તો ખરીદી ફ્રી એવી લોભામણી ઓફરના બેનર મારતા મોલમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી.

scheme in Shoping mall vapi: વાપી ખાતે લાલચ આપતી સ્કીમ બનાવી, કોરોનાને આપ્યું નિંમત્રણ
scheme in Shoping mall vapi: વાપી ખાતે લાલચ આપતી સ્કીમ બનાવી, કોરોનાને આપ્યું નિંમત્રણ
author img

By

Published : Jan 10, 2022, 6:59 PM IST

વાપી:- વાપીમાં રવિવારે સસ્તા બજાર મોલના (scheme in Shoping mall vapi) નામે કપડાં અને ઘરવખરીનો સેલ ઉભો કરનારા દુકાનદારે લુડોની રમતને (Ludo game Scheme) વેપાર સાથે જોડી જે પણ ગ્રાહક 2 પાસા ઉછાળે અને તેમાં એક આવે તો ખરીદી ફ્રી એવી લોભામણી ઓફરના બેનર મારતા મોલમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી.

સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

વાપીમાં રવિવારે મુખ્ય બજારમાં હજારો લોકો ખરીદી કરવા ઊમટતા હોય છે. ત્યારે હાલમાં કોરોનાને (Corona epidemic) કારણે તંત્રએ બજારમાં ભીડ નહિ કરવા અને માસ્ક સહિત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે, પરંતુ વાપીમાં ગ્રાહકોને લોભામણી સ્કીમ રાખી વધુ ખરીદી કરવા પ્રેરિત કરી શકાય એ માટે એક વેપારીએ દ્વારા એવી સ્કીમની શોધ કરી કે રવિવારના વેપારીના મોલમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી.

જાણો લોભામણી સ્કીમ વિશે

વાપી ટાઉનમાં પુષ્પમ જવેલર્સ (Vapi Town Pushpam Jewelers) નજીક એક વેપારીએ કપડાં અને ઘર વખરીની ચીજોનો મોલ ખોલી આ મોલમાં ગ્રાહકોને ખરીદી માટે લલચાવતા બેનર લગાવી માર્કેટથી અડધી કિંમતમાં સસ્તા બજાર મોલના નામે સેલ ઉભો કર્યો છે. આ ઉપરાંત વેપારીએ મોલ બહાર બીજી લોભામણી સ્કીમના એવા પ્રકારના બેનર લગાવ્યા છે કે, ખરીદી કરો અને લુડો ના 2 પાસા ઉછાળો, જો બંને પાસામાં 1 આવે તો પુરી ખરીદી મફત.

દુકાનદારે પાલિકાની ટીમ સામે કરી દાદાગીરી

આ લોભામણી સ્કીમનો લાભ ઉઠાવવા રવિવારે મોલમાં ગ્રાહકોની ભીડ જામી હતી. જેને કાબુમાં કરવું અઘરું હોવા છતાં વેપારી બેફિકર બની વેપાર કરવામાં મશગુલ હતો. આ વધતી ભીડને જોઈને કોરોના સંક્રમણ ફેલાશે તેવી દહેશતમાં આસપાસના વેપારીઓએ નગરપાલિકામાં જાણ કરતા પાલિકાના ટ્રાફિક નિયમન શાખાના કર્મચારીઓએ ભીડ ઓછી કરવા દુકાન માલિકને ટોકયો હતો. આ દરમિયાન દુકાન માલિકે તેમની સામે પણ દાદાગીરી કરી હતી.

વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ

એક તરફ પાલિકાએ 21 લાખના ખર્ચે ખાનગી એજન્સીને બજારમાં થતા ટ્રાફિકને નિયંત્રણ કરવા કોન્ટ્રાકટ આપ્યો છે, ત્યારે તંત્ર દ્વારા લોકો માટે માઇકમાં કરવામાં આવતી અપીલ પણ દુકાનદારે ધ્યાન પણ આપ્યું ન હતું. આ પ્રકારે લોભામણી સ્કીમ આપી ભીડ એકઠી કરતા મોલ માલિક સામે વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ વાપીના અન્ય વેપારીઓએ કરી છે.

આ પણ વાંચો:

સુરતમાં હીરાના કારખાનામાં સારા પગાર પર નોકરી અપાવવાની લાલચ આપી પરિણીતા સાથે દુષ્કર્મ

વેરાવળની સગીરાને એક યુવકે લગ્‍ન કરવાની લાલચ આપીને અપહરણ કરી રફુચક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.