ETV Bharat / state

સરીગામની ટેક્સટાઇલ કંપનીમાં 120 કર્મીને પગાર ન ચૂકવાયો, થયો હોબાળો - covid-19 in gujarat

સરીગામમાં આવેલી સ્વદેશી ટેક્સટાઇલ નામની કંપનીએ કામદારોને પગાર ન આપતા કામદારોમાં રોષની લાગણી ઉઠી છે. મુંબઈમાં રહેતો કંપનીનો માલિક કામદારોને ત્રણ દિવસથી માત્ર વાયદાઓ જ કરતો હોવાથી વહીવટીતંત્રે પણ કામદારોને હક્ક અપાવવા તજવીજ હાથ ધરી છે.

author img

By

Published : May 1, 2020, 10:46 PM IST

સરીગામ: સમગ્ર દેશમાં હાલ કોરોના વાઈરસની મહામારી ચાલી રહી. જેમા સરકારી તંત્ર, જિલ્લા કલેક્ટર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ ખડે પગે પોતાની જાનની પરવા કર્યા વગર પ્રજાની સેવામાં તત્પર રહ્યાં છે. બીજી બાજુ દેશના વડાપ્રધાન અને ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા હાલ આવી પડેલી મહામારીમાં ઔદ્યોગિક એકમ ધરાવતા ઉદ્યોગપતિઓને તેમના કામદારોને હાલ પગાર ચૂકવવાનો પરિપત્ર જાહેર કરી દરેક જિલ્લામાં કલેક્ટરોને સૂચિત કરી પરિસ્થિતિને પહોંચી વળવા આદેશ કરવામાં આવ્યો છે.

etv bharat
સરીગામ: સ્વદેશી ટેક્સટાઇલમાં 120 કર્મચારીઓને પગાર ચુકવણી ન કરતા હોબાળો

જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં આ પરીપત્રને જાહેર કરી દરેક કંપનીના માલિકોને ઉપરોક્ત પરિપત્ર અનુસંધાને લોકડાઉનના પિરિયડમાં સમયસર કંપનીના કામદારોને પગાર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે, પણ સરીગામ GIDCમાં આવેલી સ્વદેશી ટેક્ષટાઈલ પ્રાઇવેટ લીમિટેડ નામની કંપનીમાં મંગળવારથી કંપનીના કામદારોને પગાર ન મળતા 120 કામદારો કંપનીના ગેટ પર આવી કંપનીના સંચાલકો સામે નારાઝગી વ્યક્ત કરી હતી.

કંપનીના કામદારો કલાકો સુધી કંપનીના ગેટ પર ધરણા પર બેસી રહ્યાં હતાં. કામદારોની આ સ્ટ્રાઈકની જાણકારી મુંબઈમાં બેસેલા વિશાલ તલરેજાને મળતા તેમણે કામદારોને બે દિવસમાં પગાર ચૂકવી દેવાનો વાયદો કર્યો પણ તે વાયદો પૂરો ન થતા ફરી કામદારોએ કંપનીના ગેટ આગળ ઉભા રહી રોષ વ્યક્ત કર્યો હતો. જે દરમ્યાન લોકડાઉનનો ભંગ થતો હોવાથી સરીગામ આઉટ પોસ્ટ પોલીસ મથકમાં જાણકારી આપવામાં આવી હતી. જે આધારે પોલીસે કંપનીના સંચાલકોને કામદારોને વેતન આપવા બાબતે વાત કરતા કંપનીના સંચાલકોએ 2થી 3 દિવસમાં પગાર આપી દેવામા આવશે, એવી ખાતરી આપી હતી.

જ્યારે આ સમગ્ર મામલે કંપનીના માલિક વિશાલ તલરેજા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે કેટલાક લોકો કામદારોને ઉશ્કેરી રહ્યાં છે. હકીકતમાં કામદારોને છેલ્લા મહિનાનું પેમેન્ટ આપવાનું બાકી છે. તે લોકડાઉનના કારણે જે લોકો પાસેથી પૈસા લેવાના છે તે પૈસા મળ્યા નથી. એટલે એ મળે તો તરજ જ પગાર ચૂકવણું કરી શકાય ત્યાં સુધી કંપનીની રૂમમાં રહેવાની અને જમવાની સગવડ પુરી પાડી છે. આ સાથે જ 20 લાખ જેટલું પેમેન્ટ અત્યાર સુધીમાં પૂરું પાડવામાં આવ્યું છે. હવે પાર્ટી તરફથી પેમેન્ટ મળે તો જ પેમેન્ટ કરી શકાય તેવી પરિસ્થિતિ છે.

ઉલ્લેખનીય છે કે, સ્વદેશી ટેકસ્ટાઈલ્સ કંપનીનો સંચાલક મૂળ મુંબઇનો છે અને લોકડાઉનના કારણે તે મુંબઈથી ગુજરાતના વલસાડના સરીગામ આવેલ કંપનીમાં આવી શકે તેમ નથી. બીજી તરફ તેમનો નવો પ્લાન્ટ શરૂ થતો હોય એટલે પણ આ 120 કામદારોને પગાર આપવાને બદલે પરેશાન કરતો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.