ETV Bharat / state

વાપી: મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝ બૂથ આપવામાં આવ્યાં - વાપીમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝ બુથ આપવામાં આવ્યાં

સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન વાપીની મામલતદાર કચેરી અને વાપી ટાઉન, GIDC પોલીસ સ્ટેશનમાં લોકો અને સરકારી કર્મચારીઓ કોરોના વાઇરસથી બચી શકે તે માટે ખાસ પ્રકારની સેનેટાઇઝ ચેમ્બર વાપીના ઉદ્યોગપતિ દ્વારા આપવામાં આવી છે.

વાપીમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં સેનેટાઇઝ બુથ આપવામાં આવ્યાં

author img

By

Published : Apr 18, 2020, 4:46 PM IST

વાપી: વલસાડ જિલ્લામાં કોરોનાનો હજીસુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લામાં આ વાઇરસનો પગપેસારો ન થાય તે માટે ખાસ સાવચેતી રખાઈ રહી છે. વાપી મામલતદાર કચેરીમાં લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થાઓના સભ્યો માટે પાસ આપવાની કામગીરી ચાલી રહી છે.

કચેરીમાં દૈનિક 200 જેટલા લોકોની અવરજવર થાય છે. આ લોકો દ્વારા કચેરીના કર્મચારીઓને કે અન્ય લોકોને કોરોનાનો ચેપ ના લાગે તે માટે સેનેટાઇઝ બોટલ રાખવામાં આવી હતી. વાપીની સમર્થ એન્જીનીયરીંગના દેવાંગ પટેલ દ્વારા આખી સેનેટાઇઝ ચેમ્બર આપવામાં આવી. જોકે અહીં આવતા અરજદારો અને સરકારી કર્મચારીઓની આખી બોડીનું સેનેટાઇઝ કરી શકાશે.

આ અંગે વાપી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, આ ઉદ્યોગપતિ તરફથી સેનેટાઇઝ બુથ મળ્યું છે. જેનાથી કોરોના વાઇરસની મહામારી સામે ખુબ જ ફાયદો થશે. અરજદારોના કપડા અને શરીર સેનેટાઇઝ થશે જેનાથી કર્મચારીઓ નિર્ભય બની હાલની સેવાકીય કામગીરી બજાવી શકશે.

સમર્થ એન્જીનીયરીંગના દેવાંગ પટેલ દ્વારા કુલ ત્રણ સેનેટાઇઝ બુથ આપવામાં આવ્યા છે. જેમાં એક મામલતદાર કચેરી અને એ ઉપરાંત વાપી ટાઉન પોલીસ મથક, GIDC પોલીસ મથકમાં પણ સેનેટાઇઝ બુથ ગોઠવવામાં આવ્યા છે.

દેવાંગ પટેલે લોકડાઉન દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા PSI બી. એન. ગોહિલ સાથે આ મહામારીમાં મદદરૂપ થવાની ઈચ્છા પ્રગટ કરી હતી. જે બાદ પોતાની કંપનીમાં રહેલા ટાંચા સાધનો અને પોતાની કોઠાસૂજથી આ સેનેટાઇઝ બુથ બનાવ્યું છે. જેનાથી પોલીસ મથકમાં અને શહેરમાં ફરજ બજાવતા સાચા વોરિયર્સની ઉપમા પામેલા પોલીસ જવાનો કોરોનાના ભય સામે સુરક્ષિત રહી શકશે.

For All Latest Updates

TAGGED:

sanitizer
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.