દીવ અને દમણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ દ્વારા પ્રચંડ પ્રચાર શરુ કર્યો હતો. સંઘ પ્રદેશ દીવમાં કોંગી કાર્યકરોની સાથે એક જંગી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સમગ્ર દીવમાં ફરીને કોંગ્રેસ અને કેતન પટેલને મત આપીને વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી.
પ્રચાર અભિયાનમાં કેતન પટેલના પત્ની પણ તેમની મહિલા કાર્યકરો સાથે પ્રચારમાં જોડાયા હતા. રેલીમાં દીવ પાલિકાના પ્રમુખ અને આ બેઠકના દાવેદાર હિતેશ સોલંકીએ પણ હાજરી આપીને કેતન પટેલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા મતદારોને અપીલ કરી હતી.